નિલેશ જોશી/સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જાણે રોગચાળાના ભરડામાં સપડાયું છે. કારણ કે પ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી વિનોબા ભાવે હોસ્પિટલમાં રોજના 5000 થી વધુ દર્દીઓ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં જાણે બેડ પણ ખૂટી પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધી હોવાથી હોસ્પિટલ તંત્ર દ્વારા મજબૂરીમાં દર્દીઓને નીચે સુવડાવી અને સારવાર કરવાની ફરજ પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં તહસનહસ કરશે મેઘો! ફરી એકવાર અંબાલાલ પટેલે ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી


જો કે ચોકાવનારી વાત એ છે કે આ આ વર્ષે પ્રદેશમાં ડેન્ગ્યુના 800 થી વધુ કન્ફર્મ કેસ બહાર આવી ચૂક્યા છે. હજુ પણ ડેન્ગ્યુ સહિત અન્ય દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં સુવિધા નો પનો પણ જાણે ટૂંકો પડી રહ્યો છે.


વિવાદને ભૂલી રિવાબા પૂનમબેનને ભેટી પડ્યા, 27 સેકન્ડ સુધી એકબીજાનો હાથ પકડી રાખ્યો 


બનાવની વિગત મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદર નગર હવેલીની સૌથી મોટી વિનોબા ભાવે હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ઉપરાંત પડોશી વલસાડ જિલ્લાના અને મહારાષ્ટ્રના પણ છેવાડાના વિસ્તારના દર્દીઓ સારવાર માટે આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં રોગચાળાનું પ્રમાણ વધતાં અત્યારે રોજિંદા સેલવાસની વીનોબા ભાવે હોસ્પિટલમાં 5,000 થી વધુ દર્દીઓ આવી રહ્યા છે.


હનુમાનજી બાદ હવે ગણેશજીનો વારો! સ્વામિનારાયણ ભગવાનને ગણપતિ કરતા મોટા બતાવતા વિવાદ


હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ આ વર્ષે 800થી વધુ ડેન્ગ્યુના કન્ફર્મ કહેશો નોંધાઈ ચૂક્યા છે. હજુ પણ સંખ્યા સતત વધી રહી છે. ડેન્ગ્યુની સાથે અન્ય રોગના દર્દીઓની પણ સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલમાં તમામની સારવાર માટે સુવિધાઓનો પણ પનો ટૂંકો પડી રહ્યો છે. હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. અનેક દર્દીઓને બેડ ન મળતા મજબૂરીમાં આ દર્દીઓને હોસ્પિટલમાં નીચે સુવડાવી અને સારવાર કરવાની ફરજ પડી રહી છે. 800થી વધુ ડેન્ગ્યુના કેસો બહાર આવતા પ્રદેશનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 


આવો બદલો! સ્કૂલની શિક્ષિકાઓને એક શિક્ષિકે રૂપલલનાઓ ચિતરી, સરનામા સાથે પોસ્ટરો છાપ્યા