• રાજકોટમાં જાહેરમાં આતંક મચાવનાર મહંત વિશે ખુલાસો

  • મહંત યોગી ધર્મનાથના આશ્રમમાંથી મળ્યા ગાંજાના છોડ

  • ગાંજાના છોડની આસપાસ સલામતી માટે જાળી લગાવવામાં આવી

  • રાજકોટના વાગુદડમાં આવેલો છે મહંત યોગી ધર્મનાથનો આશ્રમ

  • SOGની ટીમે આશ્રમ ખાતે તપાસ શરૂ કરી

  • FSLની તપાસ બાદ NDPS એક્ટ હેઠળ થશે કાર્યવાહી

  • સરકારી ખરાબાની જમીન પર મહંતે આશ્રમ ઉભો કર્યાનો આરોપ


ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં જાહેરમાં આતંક મચાવનાર મહંત વિશે વધુ એક મોટો ખુલાસો થયો છે. આશ્રમમાં જ વાવવામાં આવતા હતા ગાંજાના છોડ.  મહંત યોગી ધર્મનાથના આશ્રમમાંથી મળ્યા ગાંજાના ઢગલાબંધ છોડ. કોઈને ખબર ના પડી જાય એ આશયથી ગાંજાના છોડની આસપાસ સલામતી માટે જાળી લગાવવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના વાગુદડમાં આવેલો છે મહંત યોગી ધર્મનાથનો આશ્રમ. SOGની ટીમે આશ્રમ પર પહોંચીને હાથ ધરી દીધી છે સઘન તપાસ...FSLની તપાસ બાદ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકારી ખરાબાની જમીન પર મહંતે આશ્રમ ઉભો કર્યાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ મહંત પહેલા કોન્ટ્રેક્ટર હતા. મેટોડામાં નાના-મોટા બાંધકામ કરતો હતા. પછી તેણે દાણા જોવાનું શરૂ કર્યું. ભૂતકાળમાં દેશી દવાઓ બનાવતા અને વેચતા હતા તેમજ મહંત ગ્રેજ્યુએટ સુધી ભણેલો હોવાનું જાણવા મળ્યું છે.


મહંત વૈભવી લાઈફ સ્ટાઈલના શોખીન હોવાનો ખુલાસો--
મહત્વનું છે કે,વાગુદડ પાસેના આશ્રમના મહંત અને તેના ચાર શિષ્યએ સોમવારની રાત્રે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે બે સ્થળે રસ્તો રોકી સરાજાહેર હાથમાં ફરસી સાથે આતંક મચાવી જીએસટીના અપીલ કમિશનરની કારના કાચ ફોડી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી મહંત સહિત ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે બનાવ બાદ મહંત સહિતે પોલીસ લોકઅપમાં રાતભર ધમાલ મચાવી હોવાનું બહાર આવ્યું છે. નાસી જનાર વધુ એક શિષ્યની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.