ગુજરાતના આ હાઈવેથી જતા હોવ તો રસ્તો બદલી દેજો, બે કલાકથી છે ટ્રાફિક જામ
Traffic Jam On national highway : વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર ટેન્કર પલ્ટી જતાં એક સાઈડનો રોડ બંધ કરાયો છે. આથી વડોદરાથી ભરૂચ તરફ જતી ટેન્કર પોર બ્રિજ પર પલ્ટી ખાતા હજારો ગાડીઓના પૈડા થંભી ગયા
Traffic Jam On Highway : સવારનો સમય છે, આવામાં અનેક લોકો નોકરી-ધંધાના કામે નીકળી પડ્યા છે. ત્યારે જો તમે વડોદરાથી આગળ આ હાઈવેથી જતા હોવ તો રસ્તો બદલી દેજો, કારણ કે અહી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. લગભગ 2 કલાકથી અહી એકપણ વાહન હલ્યુ નથી. એક અકસ્માતને કારણે વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર હજારો ગાડીઓ અટવાઈ પડી છે. લગભગ 2 કલાક વધુ સમયથી આ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુનસાર, વડોદરાથી ભરુચ તરફ જતા પોર પાસે બ્રિજ પર એક ટ્રકે પલટી મારી હતી. વહેલી સવારે આ બનાવ બન્યો હતો. જેમાં વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર ટેન્કર પલ્ટી જતાં એક સાઈડનો રોડ બંધ કરાયો છે. આથી વડોદરાથી ભરૂચ તરફ જતી ટેન્કર પોર બ્રિજ પર પલ્ટી ખાતા હજારો ગાડીઓના પૈડા થંભી ગયા છે.
[[{"fid":"434032","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"traffic_jam_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"traffic_jam_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"traffic_jam_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"traffic_jam_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"traffic_jam_zee2.jpg","title":"traffic_jam_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
વાહનોને કારણે હાઈવે પર લાંબી લાઈનો લાગી છે. ટ્રાફિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હાલ ટેન્કર હટાવવાની કામગીરી ચાલુ છે. જોકે, આ ઘનટામાં હાલ કોઈ જાનહાનિ સમાચાર નથી.
[[{"fid":"434033","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"traffic_jam_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"traffic_jam_zee3.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"traffic_jam_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"traffic_jam_zee3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"traffic_jam_zee3.jpg","title":"traffic_jam_zee3.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
જોકે, આ ઘટનાને પગલે નોકરી જતા નોકરિયાત સહિત રાહદારીઓ પરેશાન થયા છે. લગભગ 2 કલાક વધુ સમયથી અહી ટ્રાફિક જામ છે.