DudhSagar Dairy તેજશ દવે/મહેસાણા : દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. વિપુલ ચૌધરી સાગરદાણ કેસમાં દોષિત જાહેર થયા છે. આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ દોષિત જાહેર થયાં છે. આ તમામને મહેસાણા કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. વિપુલ ચૌધરી સહિત તમામ આરોપીઓને 7 વર્ષની સજા કરાઈ છે. તમામ 15 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ જવાશે. કેસની વિગત એવી છે કે, 2013 ના વર્ષમાં રૂ.22.50 કરોડનું મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલાવ્યું હતું. 2014 માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના તમામ 15 આરોપી કસૂરવાર સાબિત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સજા પામેલ આરોપી


  • ચૌધરી વિપુલભાઈ માનસિંહભાઈ

  • મોદી રશ્મિકાંત - કર્મચારી પૂર્વ

  • પટેલ પ્રથમેશભાઈ રમેશભાઈ

  • નિશિથ બક્ષી - પૂર્વ એમડી

  • જલાબેન દેસાઈ સભ્ય

  • ચંદ્રિકાબેન - સભ્ય

  • રબારી ઝેબરબેન - સભ્ય

  • ચૌધરી જોઈતાભાઈ

  • પટેલ જયંતીભાઈ ગિરધરભાઈ

  • રબારી કરશનભાઇ

  • ઠાકોર જેઠાજી

  • ઠાકોર વીરેન્દ્રસિંહ

  • ઈશ્વરભાઈ પટેલ

  • ચૌધરી ભગવાનભાઈ

  • ચૌધરી દિનેશભાઇ દલજીભાઈ

  • શંકા નો લાભ આપીને છોડાયેલ આરોપી

  • ઈશ્વરભાઈ પ્રભુદાસ

  • પ્રવીણભાઈ

  • બીપીનચંદ્ર મોહનલાલ

  • પ્રભાત ખોડાભાઇ


 


સરકારી ભરતી અંગે હસમુખ પટેલની સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા


15 આરોપીઓને સજા સંભળાવી
આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી હતા. ચુકાદા પહેલા જ 22 આરોપીઓ પૈકી 3 આરોપીના મૃત્યુ થયા છે. આ કેસમાં 23 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે. આ સિવાય 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થાય છે.


આ ફિલ્ડના લોકોને કેનેડામા PR મેળવવાનુ હોય છે મોટું ટેન્શન, VISA-PR ની આ માહિતી કામની


કલમ 320 માં 7 વર્ષની સજા
કલમ 406 માં 1 વર્ષની સજા
કલમ 465 માં 1 વર્ષની સજા
કલમ 468 માં 4 વર્ષની સજા
કલમ 481 માં 1 વર્ષની સજા


 4 અધિકારીને શંકાનો લાભ આપવામાં
આ કેસની વિગતો એવી છે કે, મહારાષ્ટ્રમાં દુષ્કાળ વખતે સાગર દાણની સખાવત કરાઈ હતી. આ મામલે ડેરીને નુકસાન પહોચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે મહેસાણા ચીફ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. 19 પૈકી 15 આરોપીઓને તકસીરવાન ઠરાવ્યાં છે. 19 પૈકી 4 અધિકારીને શંકાનો લાભ આપવામાં આવ્યો છે. 4 અધિકારીઓને અપીલ પિરિયડ સુધી 50000 ના જાત મુચરકાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. 13 નિયામક મંડળ ના સભ્ય અને બે અધિકારીને દોષિત ઠેરવ્યા છે. આ તમામ 15 ને બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે સજા સંભળાવી છે. 


આટલી કલમો લવગાઈ, સજાની શું જોગવાઈ


  • IPC કલમ 406 માં ગુનાહિત વિશ્વાસઘાત, 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ

  • કલમ 420 માં ઠગાઈ, 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ

  • કલમ 465 માં ખોટો દસ્તાવેજ બનાવવો, 2 વર્ષ સુધીની સજા ની જોગવાઈ

  • કલમ 468 માં ઠગાઈ કરવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવવો, 7 વર્ષ સુધીની સજા ની જોગવાઈ

  • કલમ 471 માં બનાવટી દસ્તાવેજ હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરવો, 2 વર્ષ સુધીની સજા ની જોગવાઇ

  • કલમ 120B, કાવતરું ની કલમ લગાવાઈ

  • કલમ 114 માં મદદગારી ની કલમ લગાવાઈ


શું છે સાગરદાણ કૌભાંડ


દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી છે. 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. કેસની વિગત એવી છે કે, 2013 ના વર્ષમાં રૂ.22.50 કરોડનું મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલાવ્યું હતું. 2014 માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના તમામ 15 આરોપી કસૂરવાર સાબિત થયા છે. 


તહેવારોની સીઝન પહેલા તેલના ભાવમાં ભડકો : સિંગતેલ, કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા


ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગત વર્ષે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા હતા. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો છે. 


તોબા તોબા... ગેનીબેન ઠાકોરનો સગો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો, દારૂ પીને બકવાસ કરતો હતો


ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.  મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. 


બાપ-દાદાની જમીન બની કજિયાનુ કારણ : સુરેન્દ્રનગરમા લોહિયાળ અથડામણમા બે સગા ભાઈની હત્ય


સરકારી ભરતી અંગે હસમુખ પટેલની સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા