વડાલી: સાબરકાંઠાના વડાલીમાં ફરી એક વાર લુંટેરી દુલ્હન અને દલાલ થકી એક ગરીબ પરિવારને લગ્નની લાલચમાં પાયમાલ થતા સમગ્ર મામલો વડાલી પોલીસ મથકે પહોંચ્યો છે. જેને લઈને પોલીસે લુંટેરી દુલ્હન સહીત આઠની ગેંગ સામે ગુનોનોધી વધુ તપાસ હાથ ધરી છે. જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લગ્ન વાંચ્છુક યુવકો સહિત તેમના પરિવારોને સ્વરૂપવાન કન્યા બતાવી લાખો રૂપિયા ખંખેરવામાં કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવે છે, ત્યારે કેટલાક ચોક્કસ દલાલો નવી દુલ્હન બતાવી છેતરપિંડીના વ્યવસાય કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકલી પોલીસ બાદ હવે નકલી પત્રકારોની ભરમાર, આ પ્રકારે ઝડપાઇ તોડબાજ ટોળકી


જો કે આવા ઈસમો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ થાય છે પણ લેભાગુ દલાલો મોટાભાગે કાનૂનના સકંજામાં આવતા નથી. તેવામાં આ વખતે સાબરકાંઠાના વડાલી શહેરના ગરીબ બ્રાહ્મણ પરિવાર પોતાના દીકરાને વરરાજા બનાવી લાખો સ્વપ્ન સજાવી પુત્રવધૂ લાવવાની લાલસાએ છેતરાયા છે. દોઢ મહિના પહેલા ૨૫ ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા, ત્યારબાદ ટોળકી સક્રિય થઇ હતી અને નવપરણિત મહિલા ભાગી ગઈ હતી. દીપુલભાઈના ભાઈને કન્યા લાવી આપવા દલાલો સાથે નાસિક તેમજ સુરત સુધી જઈ કન્યા પસંદ કરી ઘેર લઈ આવ્યા નવા કપડાં લાવી ગરીબ પરિવારે પોતાના ઘેર બ્રાહ્મણ બોલાવી લગ્ન પણ કરાવીઆપ્યા અને દલાલો ને ૧ લાખ ૩૫ હજાર રોકડા તેમજ ૪૪ હજારના દાગીના પણ લાવી આપ્યા હતા.


AHMEDABAD: 10થી 14 એપ્રિલ સુધી ગુજરાત હાઇકોર્ટ રહેશે બંધ, ચીફ જસ્ટિસે લીધો નિર્ણય


લગ્ન માટે સજાવેલા સ્વપ્ન પૂરા કરવા તમામ તૈયારી કરી બની શકે એટલા ખર્ચ કરી સામાજિક નામના પણ મેળવી છે. જો કે લાખો રૂપિયા ખર્ચીને પુત્રવધુની ખુશી લાંબો સમય ટકી શકી નથી. પુત્રવધુ ને લાવવા માટે જેટલો સમય લાગ્યો એનાથી પણ ઓછા સમય માં આવેલી દુલ્હને સમગ્ર પરિવાર ને દુઃખી કરી પલાયન થઈ છે. પોતાના દીકરાના લગ્ન જલ્દી થઇ જાય તે માટે માતાએ સોની પાસે ઉધાર દાગીના લાવી આપ્યા અને દીકરાનું લગ્ન કરવી દીધું કન્યા ૧૨ દીવસ સાસરીમાં રોકાયા બાદ સુરતથી ફોન આવ્યો કે તમારી માતા બીમાર છે. તો તમે મારી દીકરીને મોકલી આપો બ્રાહ્મણ પરિવાર હોંશે હોંશે દીકરા સાથે સુરત પહોંચ્યો. જો કે એક બાઇક સવાર કન્યાને લઇ રફુચક્કર થઈ ગયો. લાંબા સમય રાહ જોવા છતો કોઈ પત્તો ન લાગતો પરિવાર વડાલી પરત આવી સ્થાનિક દલાલોનો સંપર્ક કરતો તેમણે પણ કોઈ જવાબ ના આપતા આખરે બ્રાહ્મણ પરિવારને છેતરાયાનો અહેસાસ થતા વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


AHMEDABAD ની ગંભીર સ્થિતિને જોતા SVP માં બીજી તમામ સારવાર બંધ કરી કોરોનાની જ સારવાર થશે


જોકે ગુજરાતમાં આવા કેટલાય બનાવો થકી દરરોજ લગ્નની લાલચે હજારો સારા ઘરના પરિવારો સાબરકાંઠા જિલ્લામાં વડાલી હિંમતનગર ખેડબ્રહ્મા સહિતના આજુબાજુના તાલુકા અને જિલ્લામાં આવા કેસ સામે આવ્યા છે પણ સારા ઘરના પરિવાર હોવાથી બદનામીનો ડરના કારણે પોલીસ ફરિયાદ થતી નથી.હવે દરિયા બિલાડીના ટોપની જેમ ફૂલી નીકળ્યા છે. પૈસા કમાવાનું નવો કીમિયો અપનાવી રહ્યા છે. જો આને સજા થઈ અને સાવચેતી રાખી પુત્ર વધુ સ્વરૂપમાં પત્નીની શોધમાં પૈસા પણ જાય છે. બદનામી પણ થાય છે ત્યારે બરબાદ થાય છે તેમજ લુટેરી દુલ્હન થકી કેટલાય દલાલો લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે, ત્યારે સામાજીક ઠેકેદારો સહિત સ્થાનિક વહીવટીતંત્ર કોઈ ચોક્કસ પગલાં ઉઠાવે તે સમયની માંગ છે.


LOCKDOWN અંગે CM એ રાખી લટકતી તલવાર, નહી કહીને ઘણુ બધુ કહ્યું


આરોપી...
1) જાવેદભાઈ આદમ ભાઈ મન્સૂરી રહેવાસી વડાલી ધરોઈ કસ્બા રોડ વડાલી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા
2) રસીદભાઇ ઉર્ફે લાલાભાઇ કાદર મન્સૂરી  વડાલી સાબરકાંઠા
3) શારદાબેન કોદરભાઈ પરમાર રહે મોંછા તાલુકો પ્રાતીજ જીલ્લો સાબરકાંઠા
4) ચંદ્રરામાણી આર તીવારી
5) દામા તેજપાલ નેણસિંગભાઈ રહેવાસી જલેસ્વર વસ્તુ ભંડાર હનુમાન ટેકરી જામનગર
6) ભરતભાઈ શીવ એપાર્ટમેન્ટ ફ્લેટ 405 સુરત
7) શુભાંગી ભોજરાજ લોણારે રહેવાસી ચંદ્રભાન પીપરી નાગપુર મહારાષ્ટ્ર  (દુલ્હન )
8) શ્વેતા ચૌધરી જેનું સરનામુ નો ઉલ્લેખ નથી
એક દુલ્હન સહિત સાત વચેટિયા દલાલી ને પોલીસ શોધખોળ હાથ ધરી છે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube