અમદાવાદ : બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. મેરજાએ CR પાટીલને કોંગ્રેસના નવા પ્રમુખ ગણાવ્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોનો કોંગ્રેસ પ્રેમ હજુ ઉતરતો નથી. આવી જ એક ઘટના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે બન્યો હતો. મેરજાએ હાલમાં જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ પક્ષ છોડ્યો હતો. ભાજપમાં જોડાવા છતા હજી પણ તેમનો કોંગ્રેસ પ્રેમ યથાવત્ત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને રોકવા AMCની નવી રણનીતિ, હોટલ તથા સાર્વજનિક સ્થળોએ ટેસ્ટીંગ શરૂ કર્યાં

મોરબીમાં ભાજપમાં જોડાયા બાદ યોજેલી એક પત્રકાર પરિષદમાં ભાંગરો વાંટ્યો હતો. મેરજાએ કોંગ્રેસનાં નવ નિયુક્ત પ્રમુખ સી.આર પાટીલનાં નેતૃત્વમાં પાર્ટી વિકાસ કરશે તેમ જણાવ્યું હતું. જેના કારણે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.


34 દિવસ બાદ ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, 30% ઓક્સિજન બહારથી અપાય છે


મેરજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભાજપના નેજા હેઠળ કોંગ્રેસના આગેવાનો કમળ ખીલવવામાં મહત્વની ભુમિકા ભજવશે. આ ઉપરાંતમ મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ગણાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આમ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મેરજાને હજી નવો પક્ષ જીભે ચડ્યો નથી તેવું કહી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર