21 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવી શકે છે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન
યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ 21 એપ્રિલે ગુજરાતની મુલાકાત લઈ શકે છે.
અમદાવાદઃ યુનાઇટેડ કિંગ્ડમના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આગામી 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતના પ્રવાસે આવવાના છે. માહિતી મળી રહી છે કે યુકેના પ્રધાનમંત્રી ભારતની ચાર દિવસીય મુલાકાત દરમિયાન 21 એપ્રિલે ગુજરાત આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલાં પણ બોરિસ જોનસનનો ભારત આવવાનો કાર્યક્રમ બન્યો હતો, પરંતુ કોરોનાને કારણે બે વખત તેમનો ભારતનો પ્રવાસ સ્થગિત રહ્યો હતો.
ગુજરાતની મુલાકાત લઈ શકે છે જોનસન
હવે યુકેના પ્રધાનમંત્રી 20 એપ્રિલથી ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 21 એપ્રિલે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન ગુજરાતમાં અમદાવાદ આવી શકે છે અને સાબરમતી આશ્રમની મુલાકાત લઈ શકે છે. તો વડોદરામાં કન્સ્ટ્રક્શન સાધનો બનાવતી બ્રિટિશ કંપની જેસીબીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત પણ લઈ શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube