જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ખેડૂતો માટે સિંચાઈનું પાણી જળાશયોથી ખેતરો સુધી પહોંચાડતી કેનાલો (Narmada Canal) આમ તો આશિર્વાદ રૂપ જ હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે આશીર્વાદ રૂપ બનેલી આ જ કેનાલો ખેડૂતો માટે અભિશાપ રૂપ બની ચૂકી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા રેના ગામમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડનાર માઇનોર કેનાલ એટલી જર્જરિત બની છે કે, કેનાલ છેલ્લા 15 વર્ષોથી અહીંના ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ચૂકી છે. 


બિનસચિવાયલ પરીક્ષાના અત્યાર સુધીના 10 મહત્વના અપડેટ : અસિત વોરાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાનીની ભરપાઈ હજૂ થઈ નથી. ત્યાં જ પંચમહાલ જિલ્લાના ખેડૂતોને વર્ષો જૂની મુસીબતને લઈ પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. શહેરા તાલુકાના નવા રેના ગામથી પસાર થઈ રહેલ પાનમ માઇનોર અંદાજિત 5 કિમી લાંબી કેનાલ છે. જે આસપાસના નવા રેના, તરસંગ, સાધરા અને ચીખલીપુર જેવા ગામોના ખેતરોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ખેડૂતોનું માનીએ તો, આ કેનાલ લગભગ 25 વર્ષ પહેલા બની હતી, ત્યારે કુલ ત્રણ પાકની ખેતી થતી હતી અને ઉત્પાદન પણ સારું મળતું હતું. પરંતુ જ્યારથી આ કેનાલ જર્જરિત બની છે ત્યારથી ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. 


આપણા ભોજનમાં સ્વાદ ઉમેરતા મીઠાના અગરિયાઓને મળશે આજે સંવેદનશીલ CM રૂપાણી


કેનાલ જર્જરિત હોવાના કારણે સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી કોતરમાં વહી જાય છે. જ્યારે કે, કેટલોક પાણીનો જથ્થો કેનાલ નજીક આવેલ ખેતરોમાં પણ ફરી વળે છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે. રેના ગામની 800 મીટર સુધી લાંબી માઇનોર કેનાલ એટલી હદે જર્જરિત છે કે પાનમ સિંચાઈની મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવતું પાણી માંડ 100 મીટર સુધી પહોંચે છે. બાકીનું પાણી નજીકના ખેતરોમાં અને કોતરમાં વહી જાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે.


Cancel binsachivalay exam: રાતભર ગાંધીનગરની ઠંડીમાં ઠુઠવાયા વિદ્યાર્થીઓ, પણ મનોબળ ડગ્યું નહિ


તો બીજી તરફ છેવાડાના ખેતરો સુધી પાણી ન પહોંચતા ત્યાંના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. રવિ પાક માટે પાણી ન મળતા તેઓ સીઝન પાક ખેતી કરી શક્તા નથી. આવામાં હાલ ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. વધુમાં આ કેનાલનું પાણી તેના નક્કી કરેલ વિસ્તારમાં ન પહોંચવાના કારણે ખેડૂતો વચ્ચે ઝઘડા પણ થતા હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. કમોસમી વરસાદના વાદળો માંડ હટ્યા છે, ત્યાં જ જર્જરિત કેનાલો ખેડૂતો માટે નવી મુસીબત સમાન સાબિત થઈ રહી છે. હાલ શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહેલ ખેડૂતો જર્જરિત કેનાલના કારણે ભારે મુસીબતમાં મુકાયા છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો આવતો માઇનોર કેનાલનો આ પ્રશ્ન વહેલી તકે હલ થાય તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube