રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના નખત્રામાં અજીબ કિસ્સો ઘડ્યો છે. નખત્રાણામાં સગાભાઈ સાથેના સહવાસથી કિશોરી માતા બની છે. નખત્રાણાની શાળામાં ભણતી 15 વર્ષની કિશોરીને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં ઘટસ્ફોટ થયો કે કિશોરી ગર્ભવતી છે અને પ્રસવપીડા ઉપડી છે. ત્યારે કિશોરીને ગર્ભવતી બનાવવામાં ખુદ તેના સગાભાઈનું નામ ખૂલ્યું છે. ત્યારે સમાજને લાલબત્તી સમાન આ કિસ્સો બન્યો છે. બંનેએ ભાઈ-બહેનના સંબંધોને લજવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચાના ચગડોળે ચઢ્યું અમદાવાદની શેઠાણી અને નોકર વચ્ચેનું પ્રેમ પ્રકરણ


નખત્રાણાની શાળામાં ભણતી 15 વર્ષ અને 7 માસની કિશોરીને ત્યાં બાળક અવતરતા ચકચાર મચી ગઈ છે. કિશોરી સાથે તેના સગા નાના ભાઈએ જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. નખત્રાણા પોલીસે 14 વર્ષની વયના સગાભાઈ સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે હવે કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી કિશોર હોઈ તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવશે. 


ઉમિયાધામમાં કોઈ પણ ભક્ત ખાલી પેટે ન જાય તે માટે ‘મેગા રસોડું’ ધમધમે છે, મશીનોથી બની રહ્યું છે ભોજન 
 
નખત્રાણામાં સગા ભાઈ સાથેના સહવાસથી કિશોરી માતા બની
નખત્રાણાની શાળામાં ભણતી 15 વર્ષ 7 માસની કિશોરીને નખત્રાણાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં ઘટસ્ફોટ થયો કે કિશોરી ગર્ભવતી છે અને પ્રસવપીડા ઉપડી હતી અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. કિશોરી નખત્રાણા નજીકના એક ગામની રહેવાસી છે. તેનો પરિવાર મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. શ્રમજીવી પરિવારના ભાઈ-બહેન માતા-પિતા સાથે એક જ પથારીમાં સૂતાં હતા. ત્યારે એક રાત્રે સગાં ભાઈ-બહેન વચ્ચે સહમતીથી શારીરિક સંબંધ બંધાયો હતો. ગર્ભવતી થયા બાદ કિશોરી પોતાના માતા-પિતાથી યેનકેન પ્રકારે પોતાની 'ભૂલ' છૂપાવતી રહી હતી. નવજાત શિશુ અને કિશોરીને ભૂજની  હોસ્પિટલમાં ખસેડાયાં છે.


જિલ્લા પોલીસ વડાએ આ અંગે સમાજમાં જાગૃતિ અને આવા કિસ્સા સામે લાલબત્તી ધરી અને આવા કિસ્સા સમાજ માટે લાલબત્તી સમાન છે. હવે આને મુગ્ધાવસ્થાની માયા ગણો કે ઈન્ટરનેટ યુગની અસર, પણ હવે સંબંધો તેની સીમા વટાવી રહ્યાં છે. આવા કિસ્સાઓ સમાજમાં સતત વધી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....