ચર્ચાના ચગડોળે ચઢ્યું અમદાવાદની શેઠાણી અને નોકર વચ્ચેનું પ્રેમ પ્રકરણ

અમદાવાદમાં હાલ એક પ્રેમ પ્રકરણ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. આ પ્રેમપ્રકરણ છે એક શેઠાણી અને કર્મચારી વચ્ચેનું... જેનો કરુણ અંજામ આવ્યો છે. એક વેપારીએ પોતાની પત્નીને બદનામ કરવા માટે પોતાના કર્મચારીને તેની સાથે અફેર કરવા કહ્યું હતુ, અને પછી જે થયું તે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.
ચર્ચાના ચગડોળે ચઢ્યું અમદાવાદની શેઠાણી અને નોકર વચ્ચેનું પ્રેમ પ્રકરણ

અમદાવાદ :અમદાવાદમાં હાલ એક પ્રેમ પ્રકરણ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. આ પ્રેમપ્રકરણ છે એક શેઠાણી અને કર્મચારી વચ્ચેનું... જેનો કરુણ અંજામ આવ્યો છે. એક વેપારીએ પોતાની પત્નીને બદનામ કરવા માટે પોતાના કર્મચારીને તેની સાથે અફેર કરવા કહ્યું હતુ, અને પછી જે થયું તે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.

બન્યું એમ કે, ગોમતીપુરમાં રહેતો ધીરજ ઉર્ફે નિખિલ પરમાર વાસણા ચંદ્રનગર ખાતે આવેલા મહેન્દ્રભાઇ શાહના મણિભદ્ર સજાવટ નામના ડેકોરેશનના ગોડાઉનમાં 10 મહિનાથી નોકરી કરતો હતો. 14 જુલાઈના રોજ ધીરજે ઘરે આવીને નોકરી છોડી હોવાની જાણ કરી હતી. તેના બાદ 20 જુલાઈની રાત્રે તેણે સજાવટના ગોડાઉનમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, તેના બાદ પોલીસ તપાસ શરૂ થઈ હતી. પોલીસ તપાસમાં ધીરજનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસને સ્ફોટક મેસેજ મળી આવ્યા હતા. 

એક મેસેજ જોઈને પોલીસ ચોંકી
ધીરજના પરિવારજનો તેના મોબાઈલ મેસેજ ચેક કરી રહી હતી, કે જેથી તેની આત્મહત્યાનું કારણ જાણી શકાય. આવામાં તેમની નજર એક મેસેજ પર પડી હતી, જે જોઈને પોલીસ પણ ચોંકી હતી. આ મેસેજ ધીરજે પોતાના માલિક મહેન્દ્રભાઈને કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘તમારા કહેવાથી શેઠાણી જ્યોતિબહેનને પ્રેમ જાળમાં ફસાવ્યા. તમારા કહેવાથી મેં પ્રેમ સબંધ પૂરો કરી દીધો, તમારા કહેવાથી મેં નોકરી છોડી દીધી. તમે મને પગાર આપ્યા વગર પગાર ડાયરી ફાડી નાખી. તમે કહ્યું તે બધુ મેં કર્યું તો હવે મને શા માટે હેરાન કરો છો....’

આ મેસેજ બાદ ધીરજના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના આધારે વાસણા પોલીસે મહેન્દ્રભાઇ અને જ્યોતિબહેન વિરુદ્ધ એટ્રોસિટી તેમજ ધીરજને આત્મહત્યા કરવા દૂષપ્રેરણા કરી હોવા અંગે ગુનો નોંધ્યો હતો. આ મેસેજ ધીરના આત્મહત્યા કર્યાના 13 દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. 

આમ, નિ-સંતાન માલિક દંપતીને કારણે એક કર્મચારીનો ભોગ લેવાયો હતો. માલિકે જ તેને શેઠાણી સાથે અફેર કરવા કહ્યું હતું. જોકે, બાદમાં એવુ તો શું થયું કે કર્મચારીને આત્મહત્યાનો રસ્તો પસંદ કરવો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news