રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં એક ભાઈએ બહેનની ગળુ દબાવીને હત્યા કરી છે. ત્યારે આ સમગ્ર મામલામાં બહેનનું કાકાજી સસરા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, રાજકોટના પાળમાં રહેતા વિજય મકવાણા નામના યુવકની બહેન આરતી પરમારનું સાસરુ કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે આવેલું છે. ત્યારે આરતી પોતાના પિયરમાં ભીમ અગિયારસ કરવા આવી હતી. ત્યારે વિજયે પોતાની બહેનને દોરીથી ગળે ટૂંપો આપીને મારી નાંખી હતી. ત્યારે આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસ પૂછપરછમાં આરતીના પતિ દિપક પરમારે ખુલાસો કર્યો હતો કે, તેની પત્ની આરતીને તેના કૌટુંબિક કાકાજી અજય પરમાર સાથે સંબંધો હતા. આ વિશે તેઓએ તેના પિયરમાં જાણ કરી હતી. ત્યારે આરતી બે દિવસ પહેલાજ પોતાના પિયરમાં ભીમ અગિયારસ કરવા ગઈ હતી. ત્યારે આ દરમિયાન વિજયે પોતાની બહેનને કાકાજી સાથે સંબંધો ન રાખવા સમજાવ્યું હતું. એ દરમિયાન વિજયે આરતીને ગળે ટૂંપો આપીને મારી નાંખી હતી. 


ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ


આરતી અવાર-નવાર પિયર આવતી
કાકાજી સાથે આડા સંબંધ હોવાથી આરતી મહિનામાં બે-ત્રણવાર રિસામણા કરીને પિયર આવી જતી હતી. જેને કારણે તેનો ભાઈ વિજય ગુસ્સે ભરાયો હતો. ચાર વર્ષ પહેલા આરતીના લગ્ન થયા હતા, ત્યારથી તે વારંવાર પિયર આવતી હતી. વિજય તેને વારંવાર આવુ ન કરવા સમજાવતો હતો. આ વચ્ચે વિજયને આરતીના કાકાજી સાથેના લફરા વિશે માહિતી મળી હતી, તેથી તે વધુ ગિન્નાયો હતો. આખરે ઉશ્કેરાયેલા વિજયે આરતીને ગળે ટૂંપો આપી મારી નાંખી હતી. 


પાલનપુર : દફનવિધિ કરાવતા અચાનક હલ્યું યુવકનું શરીર, અને પછી...


બહેનને મારીને ભાઈ ત્યાં જ બેસી રહ્યો
કિચનમાં આરતીને ગળે ટૂંપો આપીને વિજય બાદમાં તેની લાશ પાસે જ બેસી રહ્યો હતો. તેના ભાભી અને માતા બાજુના રૂમમાંથી કિચનમાં આવતા તેઓ ચોંકી ગયા હાત. આખા પરિવારને જાણ થવા છતા પણ વિજય ભાગ્યો ન હતો. ત્યારે તેના પરિવારે ગામના સરપંચને જાણ કરી હતી, અને સરપંચે પોલીસને બોલાવી હતી. જ્યાં વિજયની અટકાયત કરાઈ હતી. હાલ આરતીના મૃતદેહ ફોરેન્સિક પી.એમ. માટે મોકલવામાં આવ્યો છે.