ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ
ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે વિકાસ પેનલના દિનેશ પટેલ જીત તરફ આગળ વધતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી.
Trending Photos
અમદાવાદ :ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે વિકાસ પેનલના દિનેશ પટેલ જીત તરફ આગળ વધતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી. તેમણે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, તો ખેડૂતો અને વેપારીઓએ તથા તેમના સમર્થકોએ તેમને ખભા પર ઉંચકીને જીતના વધામણા કર્યા હતા. મતગણતરી બહાર ફટાકડા ફૂટ્યા હતા, અને ગુલાલનો છોળો ઉડાવાઈ હતી. આ સાથે જ કાકા તરીકે ઓળખતા નારણ પટેલના વર્ષો જૂના દબદબાનો અંત આવ્યો છે.
ત્રણ દાયકાના એકહત્થુ શાસનનો અંત
ત્રણ દાયકા બાદ ઊંઝા એપીએમસીના સત્તામાં પરિવર્તન આવ્યું છે. ઊંઝા એપીએમસીના પરિણામોમાં વિકાસ પેનલ વિજેતા જાહેર થઈ છે. ત્રણ દાયકા બાદ નારાણ પટેલના દબદબાનો અંત આવ્યો છે. નારાણ પટેલ અને તેમના પુત્ર ગૌરાંગ પટેલએ ત્રણ દાયકા સુધી એપીએમસી પર સત્તા ભોગવી હતી. ત્યારે ઊંઝા પેટા ચૂંટણી હાર્યા બાદ નારાણ પટેલ માટે આ બીજો મોટો ઝટકો લાગ્યો છે. આ હાર બાદ મહેસાણાના રાજકીય સમીકરણમાં બદલાવ આવશે. તો બીજી તરફ, કોંગ્રેસમાંથી આવેલા આશાબેન પટેલનું પણ કદ વધ્યું. સતત બીજી વાર આશાબેન પટેલે નારાણ પટેલને હાર આપી છે. વર્ષોથી નારણ પટેલનું એકહત્થુ શાસન ચાલી રહ્યું હતું, જેનો આખરે મતગણતરીના પરિણામ સાથે જ અંત આવ્યો છે. આ જીતથી ઊંઝાના રાજકારણમાં મોટો ફેરબદલ આવશે. કારણ કે, ખેડૂતો અને વેપારીઓ વર્ષોથી પરિવર્તન ઈચ્છતા હતા. તેમનુ કહેવું હતું કે, વર્ષોથી અનેક પ્રશ્નો વણઉકેલાયેલા હતા. જેથી હવે તેઓ પુનરાવર્તન નહિ, પણ પરિવર્તન ઈચ્છતા હતા. ત્યારે વિકાસ પેનલના જીત થવાથી દિનેશ પટેલનું એપીએમસીનું ચેરમેન બનવુ લગભગ નિશ્ચિત છે.
લોકો પરિવર્તન ઈચ્છા જ હતા
ઊંઝા APMCની ચૂંટણીને લઇને વિકાસ પેનલના ઉમેદવાર દિનેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, મતદારોનો અમારા પર વિશ્વાસ છે અને અમારી આખી પેનલ જીતશે. મતદારો પરિવર્તન ઇચ્છે છે અને આ વખતે પરિવર્તન થશે. તો ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલે કહ્યું કે, લોકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. જેને લઈને લોકો વિકાસ પેનલને સમર્થન આપશે તેવો મને વિશ્વાસ છે. ભાજપનું સમર્થન વિકાસ પેનલને છે અને પક્ષની ઈચ્છા પ્રમાણે જ ઉમેદવારો ઉભા રાખવમાં આવ્યાં છે.
રવિવારે યોજાઈ હતી ચૂંટણી
APMCની ચૂંટણી રવિવારે શાંત માહોલમાં પૂર્ણ થઇ હતી. ખેડૂત અને વેપારી વિભાગના તમામ ઉમેદવારોનો આજે ફેંસલો થવાની તૈયારીમાં છે. રવિવારે તમામ ઉમેદવારોની હાજરીમાં મતપેટીને સીલ મારવામાં આવી હતી.. વાત કરીએ તો વેપારી વિભાગમાં 1,631માંથી 1,535 મત પડ્યા હતા. તો ખેડૂત વિભાગમાં 313માંથી 311 મત પડ્યા. ખેડૂત વિભાગમાં 8 અને વેપારી વિભાગમાં 4 ડિરેકટરની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ઉપરાંત 1 ડિરેકટર નગરપાલિકામાંથી અને 2 ડિરેક્ટર સરકારમાંથી નિયુક્ત કરાયા છે.
હાલ એપીએમસીમાં કુલ 15 ડિરેક્ટરો વહીવટ સંભાળે છે. એપીએમસીની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે જંગ યોજાયો હતો. ગૌરાંગ પટેલ વિશ્વાસ પેનલના ઉમેદવાર છે અને છેલ્લા 8 વર્ષથી એપીએમસીના ચેરમેન છે. જ્યારે દિનેશ પટેલ વિકાસ પેનલના ઉમેદવાર છે. તો ધારાસભ્ય આશાબેન પટેલ દિનેશ પટેલના ટેકેદાર છે, તેમણે દિનેશ પટેલને પોતાનો ટેકો જાહેર ક્રયો હતો. જેને લઈને આશાબેન પટેલ વિકાસ પેનલને જીતાડવા મેદાને ઉતર્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે