અમદાવાદ :અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત (BRTS Accident) બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે ગઈકાલે અકસ્માતના એક સીસીટીવી (CCTV) સામે આવ્યા બાદ આજે બીજા સીસીટીવી મળ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક અત્યંત ઝડપથી જઈ રહ્યું અને બસ સાથે ટકરાયુ હતું. બંને ભાઈઓના મોત મામલાના તપાસમાં પોલીસ માટે આ સીસીટીવી બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. આ સીસીટીવીના આધારે પોલીસ પણ ચોકક્સ તારણ પર પહોચી શકે છે.


નિત્યાનંદ આશ્રમ કેસ : DPS સ્કૂલ વિવાદ મામલે આખરે CBSE બોર્ડ મેદાને આવ્યું


સ્પીડમાં હંકારવાને કારણે બાઈક કન્ટ્રોલમાં રહેતુ નથી
પાંજરાપોળ BRTS અકસ્માત મામલામાં અકસ્માતના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પોલિટેકનિકથી આઈઆઈએમ તરફ જઈ રહેલા બંને ભાઈઓ સ્પીડમાં બાઈક હંકારી રહ્યા છે. આવામાં બાઈક કન્ટ્રોલમાં નથી રહેતું અને બીઆરટીએસ સાથે અથડાય છે. બાઇક-બસની ટક્કર બાદ બાઇકસવાર ભાઈઓ નીચે પટકાય છે. બાઈક સાથે બંને જણા બસના ટાયર નીચે આવી જાય છે. આવામાં બસના તોતિંગ ટાયર તેમના પર ફરી વળે છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube