નિત્યાનંદ આશ્રમ કેસ : DPS સ્કૂલ વિવાદ મામલે આખરે CBSE બોર્ડ મેદાને આવ્યું
Trending Photos
અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) માં DPS સ્કૂલ વિવાદ મામલે આખરે CBSE બોર્ડ મેદાને આવ્યું છે. CBSE બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. CBSEએ રિપોર્ટ માગતા શિક્ષણ વિભાગની ટીમ ગઈકાલે ફરી સ્કૂલ પહોંચી હતી. પરંતુ DPSના પ્રિન્સિપાલ સીધા ઘરે જતા રહેતા DEO કચેરીએ નોટિસ લગાવી હતી. આજે સવારે 9 વાગ્યા સુધી તમામ દસ્તાવેજ/આધાર તથા પુરાવાની પ્રમાણિત નકલ સોંપવા પ્રિન્સિપાલના દરવાજા પર નોટિસ લગાવવામાં આવી છે.
CBSE બોર્ડનો જમીન મામલે આ છે નિયમ
નોટિસ મુજબ DPSને રૂબરૂમાં DEO કચેરીએ તમામ દસ્તાવેજ સોંપવા આદેશ કર્યો છે, જેને પગલે આખી રાત DEOની ઓફિસ ખુલ્લી રહી છે. DPS સ્કૂલે તપાસમાં સહકાર ના આપતા અત્યાર સુધી DEO કચેરીને કોઈ જાણકારી આપી નથી. DEO કચેરીએ અગાઉ તમામ દસ્તાવેજ રજૂ કરવા DPS સ્કૂલને 7 દિવસનો સમય આપ્યો હતો. આ મામલાની ગંભીરતા જોતા શિક્ષણ વિભાગે જવાબ તાત્કાલિક માંગ્યો છે. જો 9 વાગ્યા સુધીમાં જવાબ રજૂ નથી થાય તો DEO કચેરી ફાઈનલ રિપોર્ટ શિક્ષણ વિભાગને સબમિટ કરશે. DEOના ફાઈનલ રિપોર્ટને આધારે શિક્ષણ વિભાગ CBSE બોર્ડને રિપોર્ટ કરશે. કાયદાનું ઉલ્લંઘન કરવાના મામલે સ્કૂલની પરમિશન રદ્દ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે. CBSE બોર્ડના નિયમ મુજબ શિક્ષણ સંસ્થાઓ પોતાની જમીન અન્ય વપરાશ માટે કોઈને સોંપી શકે નહિ.
શંકાના દાયરામાં આવેલી સ્કૂલે આશ્રમ સાથેનો કરાર રદ કર્યો
અમદાવાદ નિત્યાનંદ કાંડમાં ભાગીદારીના કેસમાં DEOએ દિલ્હી પબ્લિક સ્કૂલને અંતિમ ચેતવણી આપી છે. શાળાનો નક્શો અને દસ્તાવેજની ચકાસણી માટે અંતિમ ચેતવણી આપી છે. આજે નક્શો અને દસ્તાવેજ દેખાડવાનો છેલ્લો દિવસ છે. જો DPS દસ્તાવેજોની ચકાસણી નહી કરાવે તો કાર્રવાઈ થશે. આજે DEO કાર્યવાહી કરી શકે છે. CBSEએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે અને DPSએ જમીન લીઝ પર કઈ રીતે આપી તેની તપાસ કરવા કહ્યું છે. બોર્ડની મંજૂરી વિના કઈ રીતે જમીન આપી? આ મામલે શંકાના દાયરામાં આવેલી ડીપીએસ સ્કૂલે આશ્રમ સાથેની સીએસઆર એક્ટિવિટી માટેનો કરાર રદ કર્યો હતો. આ ઉપરાંત કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ રદ કરી ડીપીએસના કેમ્પસમાં આવેલા આશ્રમને ત્રણ મહિનામાં ખાલી કરી દેવા નોટિસ આપી હતી
અમદાવાદના હીરાપુરમાં આવેલા વિવાદીત સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમમાં તામિલનાડુના જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતાનો કથીત રીતે ગુમ થવાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે પોલીસે આશ્રમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવાના કેસની તપાસ કરી રહેલી પોલીસે આશ્રમમાં તપાસ કરી. આ તપાસ દરમિયાન પોલીસે આશ્રમમાંથી શંકાસ્પદ સામગ્રી કબ્જે કરી છે. પોલીસે 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 3 પેન ડ્રાઈવ કબ્જે લીધી છે. ત3 CPU, 1 DVR, 1 પેડ અને 4 મોબાઈલ પણ કબ્જે લીધા છે. પોલીસે એક લોકર પણ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. પોલીસે આશ્રમમાં સર્ચ કરીને જપ્ત કરેલાં લેપટોપ અને મોબાઇલ ફોનને FSLમાં ચકાસણી માટે મોકલ્યા છે. લેપટોપ અને મોબાઇલ ફોનમાં લોક છે, જેને આશ્રમના સંચાલકોએ ખોલવાનો ઇન્કાર કરી દેતા પોલીસે એફએસએલની મદદ લેવાનું નક્કી કર્યુ છે.
ડીપીએસના પ્રિન્સિપાલ હિતેશ પુરી અને પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ
તો નિત્યાનંદ અને નિત્યાનંદિતાને શોધવા પણ કાર્યવાહી હાથ ધરાશે. નિત્યાનંદ આશ્રમને જગ્યા ભાડે આપી પોલીસને જાણ ન કરવા બદલ ડીપીએસના પ્રિન્સિપાલ હિતેશ પુરી અને પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી. જો કે બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા.CBSEએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખ્યો અને DPSએ જમીન લીઝ પર કઈ રીતે આપી તેની તપાસ કરવા કહ્યું છે. બોર્ડની મંજૂરી વિના કઈ રીતે જમીન આપી? આશ્રમને ભાડે જગ્યા આપી પોલીસ સ્ટેશનમાં જાણ ન કરવાને લઈ ડીપીએસના પ્રિન્સિપાલ હિતેશ પુરી સામે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પુષ્પક સિટીના ત્રણ મકાનનો પરેશ પટેલ નામના વ્યક્તિના નામે ભાડા કરાર કરવામાં આવ્યો હતો. પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કરે પરેશ પટેલને ભાડે મકાન આપ્યું હતું. જે અંગે પણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નથી,જેને લઈ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે