24 કલાકમાં ગુજરાતમાં સરકારી બસે બીજો અકસ્માત સર્જ્યો, અમદાવાદમાં BRTSની ટક્કરે 2ના મોત
અમદાવાદ (Ahmedabad) ના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.
અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.
સુરત સિટી બસ અકસ્માત : ન્યાયની માંગણી સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી
બંને સગા ભાઈ ઓફિસ જવા નીકળ્યા હતા
બાઈક નંબર GJ 32 H 8644 પર જયેશ હીરાભાઈ રામ (ઉંમર 24 વર્ષ) અને નયન હીરાભાઈ રામ (ઉંમર વર્ષ 26) નામના બે યુવકો ઓફિસ જઈ રહ્યા હતા. બાઈકચાલક યુવકોનો પરિવાર વેરાવળના વતની હતા, તેઓ હાલ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા છે. ત્યારે બીઆરટીએસની ટક્કરે નોકરી જવા નીકળેલા બે સગા ભાઈઓનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક જયેશભાઈના પત્ની દાણીલીમડામાં પીએસઆઈ છે.
પિતાએ કહ્યું, મારું બધુ જ લૂંટાઈ ગયું છે
રામ પરિવારને માલૂમ ન હતું કે, તેઓને એક જ દિવસમાં પરિવારના બે કુળદીપક એકસાથે ગુમાવવા પડશે. ઘટના બાદ નયનભાઈના પત્ની અને બંને યુવકોની માતાનું આક્રંદ જોઈને કાળજુ કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખો પરિવાર ગમગીની બની ગયો હતો. બંને યુવકોના પિતા હીરાભાઈ રામ તો કંઈ સમજી શકે તેવી સ્થિતિમા જ ન હતા. માત્ર એટલું જ બોલી શક્યા કે, મારું બધુ જ લૂંટાઈ ગયું છે.
સુરત : વહેલી સવારે શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સિટી બસે કચડ્યા, 3ના ઓન ધી સ્પોટ મોત
ગુજરાતમાં ફરતી સરકારી બસો જીવલેણ બની રહી છે. એસટી હોય, BRTS હોય, સરકારી બસોના ડ્રાઈવરો બેફામ બન્યા છે. જેને કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. ત્યારે અમદાવાદમાં ચાર વર્ષના બીઆરટીએસ બસ દ્વારા સર્જાયેલા અકસ્માતના આંકડા સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે અમદાવાદમાં છેલ્લાં ચાર વર્ષથી કેટલા અકસ્માત થયા છે.
વર્ષ | મોત | સામાન્ય અકસ્માત |
2014 | 10 | 59 |
2015 | 3 | 52 |
2016 | 5 | 28 |
2017 | 3 | 24 |
2018 | 2 | 200 |
2019 | 2 | 100 |
કુલ | 21 | 63 |
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube