સુરત સિટી બસ અકસ્માત : ન્યાયની માંગણી સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી
સુરતના ડિંડોલીમાં સિટી બસે (City bus Accident) અકસ્માત સર્જ્યા બાદ ત્રણેય મૃતકોના મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો છે. હોબાળાના સંકેત મળતાં મનપાએ સ્મીમેર હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તો સાથે જ પરિવારે વળતરની માંગ, રેલવે ફાટક ખોલવા તથા બસ ટેન્ડર કેન્સલ કરવાની માંગ સુરત (Surat) ના તંત્ર સામે મૂકી છે.
Trending Photos
ચેતન પટેલ / સુરત :સુરતના ડિંડોલીમાં સિટી બસે (City bus Accident) અકસ્માત સર્જ્યા બાદ ત્રણેય મૃતકોના મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો છે. હોબાળાના સંકેત મળતાં મનપાએ સ્મીમેર હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તો સાથે જ પરિવારે વળતરની માંગ, રેલવે ફાટક ખોલવા તથા બસ ટેન્ડર કેન્સલ કરવાની માંગ સુરત (Surat) ના તંત્ર સામે મૂકી છે.
ડિંડોલી ઓવરબ્રિજ પર ગઈકાલે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક શખ્સ તથા બે માસુમ બાળકોના મોત નિપજ્યા હતા. જેના બાદ સ્થાનિક લોકોમા રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ મોડી સાંજે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ મૃતકોના ફોટાવાળા બેનર સાથે રેલી કાઢી હતી. તેમજ ઘટનાસ્થળની પાસે સ્મીમેર હોસ્પિટલ બહાર ધરણા કર્યા હતા. લોકોએ યમદૂત સમાન સિટી બસ બંધ કરો અથવા રેલવે ફાટક ખોલાવો એવી માંગ કરી હતી.
સ્થાનિક લોકો તથા મૃતકના સમાજ દ્વારા તેના પરિવારને ન્યાય આપવાની વાત ઉઠી હતી. તો સાથે જ અનેક વોટ્સએપ ગ્રૂપમાં પરિવારને ન્યાય અપાવવાના મેસેજ ફરતા થયા હતા. હોસ્પિટલ બહાર એકઠા થયેલા લોકોએ એક જ સૂરમાં વાત કહી તી કે, જ્યા સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતકોના શબ સ્વીકારવામાં નહિ આવે. તો બીજી તરફ, આજે સવારે પણ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. જેઓ ન્યાયની આશાએ બેસ્યા છે, કે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવે.
પુલ પર ડિવાઈડર અને ફૂટ ઓવરબ્રિજની માંગણી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ડિંડોલી બ્રિજ પર અનેકવાર અકસ્માતો થયા કરે છે. તેથી અમે વર્ષોથી પુલ વચ્ચે ડિવાઈડર અને ફૂટ ઓવરબ્રિજ મૂકવાની માંગણી કરી રહ્યાં છે. મનપા દ્વારા ડિવાઈડર મૂકવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ હટાવી લેવાયા હતા. ફ્લાય ઓવરબ્રિજ પર ડિવાઈવડર ન હોવાથી પૂરઝડપે વાહનો હંકારાય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે