BRTS: 25 સ્થળે સ્વિંગ ગેટ કાર્યરત કરાયા, હવે ST બસને પણ જનમાર્ગમાં પ્રવેશ પર પ્રતિબંધ
BRTS ટ્રેકમાં કુલ 143 બસ શેલ્ટર છે અને આ તમામ કોરિડોરમાં બંને તરફ સ્વિંગ ગેટ લગાવાશે. તે ઉપરાંત અન્ય કેટલીક જગ્યાનો સમાવેશ કરી અમદાવાદ શહેરમાં 300થી વધુ સ્થળે સ્વિંગ ગેટ લગાવાશે. એમ્બુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ જેવા ઈમરજન્સી વાહન પાસે RFID ટેગ હશે તો જ ગેટ ખૂલશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ BRTS કોરિડોરમાં ઘૂસતા ખાનગી વાહનોને અટકાવવા અમદાવાદ જનમાર્ગમાં 25 જગ્યાએ સ્વિંગ ગેટ ચાલુ થઇ ગયા છે અને જાન્યુઆરીના અંત સુધી શહેરભરના BRTS કોરિડોરમાં આ ગેટ લાગી જશે. સેન્સર આધારિત સ્વિંગ ગેટ BRTS બસ આવ્યાની 20 સેકન્ડમાં ખૂલી જશે.BRTS કોરિડોરમાં પ્રવેશની જે ઇમરજન્સી વાહનોને મંજૂરી આપવામાં આવી છે, તેમણે RFID ટેગ મેળવવાનો રહેશે.
BRTS કોરિડોરમાં સ્વિંગ ગેટ લાગવાની સાથે જ હવે દોરડા પકડીને કર્મચારીને ઊભા રાખવાની પ્રથા બંધ થશે. BRTS ટ્રેકમાં કુલ 143 બસ શેલ્ટર છે અને આ તમામ કોરિડોરમાં બંને તરફ સ્વિંગ ગેટ લગાવાશે. તે ઉપરાંત અન્ય કેટલીક જગ્યાનો સમાવેશ કરી અમદાવાદ શહેરમાં 300થી વધુ સ્થળે સ્વિંગ ગેટ લગાવાશે. એમ્બુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ જેવા ઈમરજન્સી વાહન પાસે RFID ટેગ હશે તો જ ગેટ ખૂલશે. ટેગ ન હોય તેવા વાહનો આ કોરિડોરમાં પ્રવેશી શકશે નહીં. જોકે, આકસ્મિક સંજોગોમાં કોરિડોરમાં રહેલો કર્મચારી સ્વિંગ ગેટ ખોલી શકશે.
શહેરમાં ક્યાં સ્વિંગ ગેટ કાર્યરત થયા
- ઝુંડાલ
- સારથી બંગલોઝ
- ચાંદખેડા ગામ
- શિવશક્તિનગર
- જનતાનગર
- ONGC અવનીભવન
- વિસત ગાંધીનગર
- રાણીપ
- પ્રગતિનગર
- શાસ્ત્રીનગર
- સોલા ચાર રસ્તા
- મેમનગર
- શિવરંજની
- નહેરૂનગર
રાજ્ય સરકારના શાળાઓ મર્જર કરવાના નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસે ચડાવી બાંયો
હવે ST બસ પણ BRTS કોરિડોરમાં નહીં દોડે
કમિશનરના આદેશથી AMTS તો BRTS કોરિડોરની બહાર દોડી થઈ ગઈ છે. હાલ, 11થી વધુ રૂટની 59 એએમટીએસ બસને BRTS કોરીડોરની બહાર દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે એસટી બસ પણ BRTS કોરિડોરમાં નહીં દોડે તેવી શક્યતા છે. એસટીના મુસાફરો જ BRTS કોરિડોરમાં બસ ચલાવવામાં ન આવે તેવી રજૂઆતો કરી ચૂક્યા છે. કોરિડોરમાં એસટી બસ દોડતી હોવાથી પેસેન્જરને સેવા મળતી નથી. તે સિવાય BRTSમાં 2000 એસટી બસોને સ્વિંગ ગેટ માટે ટેગ આપવું પણ શક્ય નથી.
એમ્બુલન્સ જેવાં ઈમરજન્સી વાહન માટે સ્વિચથી ગેટ ખૂલશે
સામાન્ય રીતે સ્વિંગ ગેટ ટેગ રિડ કર્યા પછી તે 20 સેકન્ડમાં ખુલી જશે, પરંતુ જો કોઇ એમ્બુલન્સ સાયરન વગાડતી BRTS કોરિડોરમાંથી પસાર થવા માગશે તો બસ સ્ટેન્ડમાં બેસેલો કર્મચારી સ્વીચ દબાવી સ્વિંગ ગેટ ખોલી નાખશે. BRTS કોરીડોરમાં હવે માત્ર પોલીસના વાહનો, ફાયરબ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સને પસાર થવા દેવાનો નિર્ણય લેવાયો છે.
Unjha Lakshachandi Mahayagya: ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ, પ્રથમ દિવસે પાટીદારોએ બનાવ્યા અનેક રેકોર્ડ
કોરિડોરમાં પ્રવેશ માટે રૂ.1500થી 5000 સુધીનો દંડ
BRTS કોરિડોરમાં હવે સ્વિંગ ગેટ ફીટ થઈ જવાને કારણે ખાનગી વાહન તેમાં પ્રવેશ કરી શકશે નહીં. જો કોઈ ખાનગી વાહન ઘુસી જશે તો તેના માટે તંત્ર દ્વારા મસમોટા દંડની રકમ નક્કી કરાઈ છે. જેમાં ટુવ્હીલર માટે રૂ. 1500, કાર માટે રૂ.3000 અને અન્ય મોટા વાહનો માટે રૂ.5000નો દંડ લેવાનો નિર્ણય લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube