સુરત :બીઆરટીએસ ટ્રેક પર છાશવારે અકસ્માત (Accidents) સર્જાતા હોય છે. બીઆરટીએસની અડફેટે આવીને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આવા સમયે બીઆરટીએસ બસોના ડ્રાઈવર પર પ્રશ્નો ઉભા થાય છે. આ ડ્રાઈવર્સની સ્પીડ, ટ્રાફિક રુલ્સ (Traffic Rules) પાળતા નહિ તેવા સવાલો પણ ઉભા થાય છે. ત્યારે સુરતમાં BRTSના ડ્રાઈવરે એક વીડિયો બનાવ્યો છે, જેમાં બીઆરટીએસ ટ્રેકમાં અવરજવર કરી રહેલા લોકો દેખાઈ રહ્યાં છે. જ્યારે કે, આ ટ્રેકમાં લોકો અને અન્ય વાહનોના અવરજવર પર પ્રતિબંધ છે. તેમ છતાં લોકો બિન્દાસ્ત અંદર ચાલી રહ્યા છે. 


ડોમિનોઝના પિત્ઝામાંથી જીવડું નીકળતા દોડતું થયું હેલ્થ વિભાગ, અનેક જાણીતી ફૂડ બ્રાન્ડ્સને નોટિસ ફટકારી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સુરતમાં BRTS ટ્રેકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેકમાં અવરજવર કરી રહ્યાં છે. પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસના ડ્રાઈવર દ્વારા બસની અંદરથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે. BRTS ટ્રેકમાં લોકોના અકસ્માતની વારંવાર ઘટના બને છે. ત્યારે પ્રતિબંધ હોવા છતાં લોકો આ ટ્રેકમાં અવરજવર કરે છે તેવું આ વીડિયો દ્વારા ડ્રાઈવર કહેવા માંગે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :