કચ્છ: સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ પકડાઈ
જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાનના ઊધામા ચાલુ થઈ ગયા છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યું છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે.
રાજેન્દ્ર ઠક્કર, ભુજ: જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાનના ઊધામા ચાલુ થઈ ગયા છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યું છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આજે કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાતા તંત્ર એકદમ અલર્ટ થઈ ગયું છે. કચ્છમાં સિરક્રીક નજીક પાકિસ્તાની બિનવારસુ બોટ મળી આવી છે.
સર્ચ ઓપરેશન ચાલુ છે.
જુઓ VIDEO