BUDGET 2019 : `હલવા સેરેમની` સાથે બજેટનું છાપકામ શરૂ, નાણા રાજ્યમંત્રીએ વહેંચ્યો હલવો
નવી દિલ્હીઃ સોમવારે નાણા મંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણા રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લાએ બ્લોક ઓફિસમાં હલવો વહેંચીને બજેટના દસ્તાવેજોના છાપકામની શરૂઆત કરાવી હતી. આ એક જૂની પરંપરા છે અને કેટલાય વર્ષોથી ચાલતી આવે છે. આ રિવાજ મુજબ એક મોડી કઢાઈમાં હલવો બનાવવામાં આવે છે અને બજેટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને આ હલવો ખવડાવાય છે.
1 ફેબ્રુઆરી, 2019ના રોજ મોદી સરકાર તરફથી વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. પરંપરા મુજબ બજેટના થોડા દિવસ પહેલા 'હલવા સેરેમની'નું આયોજન કરવામાં આવે છે. હલવા સેરેમનીની સાથે જ બજેટ માટે જે મુસદ્દો તૈયાર કરાયો હોય તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ જાય છે. આ વખતે નાણા મંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણા રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લા, નાણાકીય બાબતોના આર્થિક સચિવ સુભાષ ગર્ગ અને સડક પરિવહન રાજ્યમંત્રી રાધા કૃષ્ણએ આ રિવાજ નિભાવ્યો હતો.
BUDGET 2019 : મધ્યમ વર્ગને મળશે મોટી રાહત, ટેક્સ છૂટની મર્યાદા થઈ શકે છે 5 લાખ
હલવા સેરેમની સાથે જ 100 લોકો એક રૂમમાં થઈ જાય છે કેદ
મંત્રાલયમાં કરવામાં આવતી 'હલવા સેરેમની'ની સાથે જ બજેટ બનાવવાની અને છાપકામ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને જ્યાં સુધી બજેટ રજૂ ન થાય ત્યાં સુધી મંત્રાલયમાં જ રહેવાનું હોય છે. સંસદમાં નાણામંત્રી બજેટ રજૂ ન કરે ત્યાં સુધી તેઓ બહારની દુનિયા સાથે, પરિવાર સાથે સંપર્ક કરી શકતા નથી. બજેટ પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓના ઈમેલ, મોબાઈલ સહિત કોઈ વસ્તુનો ઉપયોગ કરવાની મંજૂરી હોતી નથી. માત્ર નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની મંજૂરી હોય છે.
પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર
ગુપ્ત રાખવા કર્મચારીઓને કેદ કરાય છે
બજેટનું માળખું અને તેની પ્રક્રિયાને અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. તેને બનાવતા કર્મચારીઓને પણ ગુપ્ત રાખવામાં આવે છે. નાણા મંત્રાલયના બેઝમેન્ટમાં જ બજેટ ડોક્યુમેન્ટનું પ્રિન્ટિંગ કરવામાં આવે છે. આ કારણે કર્મચારીઓનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવે છે.