બજેટ 2019: ગુજરાતના કાપડના વેપારીઓને મોદી સરકાર પાસે છે `આ` અપેક્ષાઓ, થશે પૂરી?
પહેલી ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર છેલ્લુ બજેટ રજુ કરવા જઇ રહ્યા છે ત્યારે આ બજેટ પર સૌ કોઇ આશ લઇને બેઠા છે. ખાસ કરીને સુરતના કાપડના વેપારીઓ ટેકસ સ્લેબમા રાહત આપવામા આવે , જીએસટીમા સરળીકરણ આવે તથા પેપર વર્ક ઓછુ થઇ જાય તેવી આશા આ બજેટ સાથે જોડાયેલી છે.સુરતનો કાપડ ઉઘોગ સમગ્ર દેશ સહિત દુનિયામા જાણીતો છે અહી દેશના વિવિધ શહેરોના લોકો ધંધા અર્થે આવતા હોય છે. તો બીજી તરફ આ ઉઘોગથી અંદાજિત 10 લાખ લોકોને રોજગારી મળી રહે છે.
ચેતન પટેલ, સુરત: પહેલી ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર છેલ્લુ બજેટ રજુ કરવા જઇ રહ્યા છે ત્યારે આ બજેટ પર સૌ કોઇ આશ લઇને બેઠા છે. ખાસ કરીને સુરતના કાપડના વેપારીઓ ટેકસ સ્લેબમા રાહત આપવામા આવે , જીએસટીમા સરળીકરણ આવે તથા પેપર વર્ક ઓછુ થઇ જાય તેવી આશા આ બજેટ સાથે જોડાયેલી છે.સુરતનો કાપડ ઉઘોગ સમગ્ર દેશ સહિત દુનિયામા જાણીતો છે અહી દેશના વિવિધ શહેરોના લોકો ધંધા અર્થે આવતા હોય છે. તો બીજી તરફ આ ઉઘોગથી અંદાજિત 10 લાખ લોકોને રોજગારી મળી રહે છે.
જો કે જીએસટી લાગ્યા બાદ કાપડ ઉઘોગને કોઇને નજર લાગી ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. જે નાના વેપારીઓ હતા તેઓ બેકાર બની ગયા છે. તેમજ ધંધો- રોજગાર પડી ભાંગ્યો છે. બીજી તરફ ઇન્કમટેક્ષ વિભાગને પણ કાપડ ઉઘોગમા રૂપિયા 7 હજાર કરોડનો ટેકસ વસૂલવાનો ટાર્ગેટ આપવામા આવી રહ્યો છે.છેલ્લા વર્ષોથી વેપારીઓ દ્વારા બજેટમા માંગણી કરવામા આવી રહી છે કે ટેકસ સ્લેબમા રાહત આપવામા આવે .જો કે દર વખતના બજેટમાX વેપારીઓની અવગણના કરવામા આવે છે. અગાઉના બજેટમા પણ વેપારીઓની ઉપેક્ષા કરવામા આવી હતી.
હાલ એવી સ્થિતિ સર્જાઇ છે કે નાના વેપારીઓને કોઇ પણ પ્રકારની લોન મળતી નથી જ્યારે મોટા વેપારીઓને સરળતાથી લોન મળી જાય છે. ધીરે ધીરે નાના વેપારીઓનું અસ્તિત્વ ખતમ થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી 0 થી 2.50 લાખ- ટેકસની છુટ, 2.50 થી 5 લાખ-10 ટકા ટેકસ, 5 થી 10 લાખ- 20 ટકા, 10 થી 20 લાખ- 30 ટકા ટેકસ ચુકવવો પડતો હતો. જો કે હાલ જે રીતે કેન્દ્રમા શાસન કરી રહેલી બીજેપી સરકાર દ્વારા છેલ્લુ બજેટ રજૂ થવા જઇ રહ્યુ છે ત્યારે તેઓની કેટલીક આશા અને અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે. તેઓની મોટી માંગ ટેકસ સ્લેબમાં રાહત આપવા અંગેની છે.
વેપારીઓની માંગણી
0 થી 5 લાખ- ટેકસ મુકત , 5 થી 10 લાખ- 10 ટકા, 10 થી 20 લાખ- 20 ટકા ટેકસ વસૂલવામા આવે કે જેથી વેપારીઓને રાહત થાય અને ધંધા રોજગાર સારી રીતે ચાલી શકે. પાછલા વર્ષના બજેટમા સુરતના કાપડના વેપારીઓને આશા હતી કે તેમને કેટલીક રાહત મળે, જો કે બજેટમા વેપારીઓની ઉપેક્ષા કરવામા આવી હતી. તેઓ એક જ વાત કરી રહ્યા છે કે જો ખેડુતોને રાહત આપવામા આવતી હોય તો વેપારીઓ પણ કેટલાક અંશે રાહત આપવી જોઇએ.
રોજેરોજનું સુરતનું 250 કરોડનુ ટન ઓવર છે જે વર્ષમાં 8 થી 9 હજાર કરોડની રેવેન્યુ સરકારને રળીયાપે છે. જીએસટીના કારણે કાપડ ઉઘોગનો 50 ટકા જ વેપાર રહી ગયો છે. આ વખતના અંતિમ બજેટમા તેઓને કઇક રાહત મળશે તેવી આશા તો નથી રાખી, પરંતુ થોડા અંશે પણ વેપારીઓને રાહત આપવામા આવે તેવી આશા આ બજેટ પર મુકી રહ્યા છે.કાપડના વેપારીઓની સાથે આ બજેટમા ક્યાકને ક્યાક વિવર્સોની પણ આશા અને અપેક્ષાઓ જોડાયેલી છે.
વિવર્સોની પહેલેથી જ માગંણીઓ પેન્ડિંગ હાલતમાં છે. વિવર્સોની આશા છે કે હાલ જે રીતે 10 ટકા સબસિડી આપવામા આવે છે તેની જગ્યાએ 30 ટકા સબસીડી આપવામા આવે. આ ઉપરાત બહારથી યાર્ન મંગાવવામા આવે છે ત્યારે તેની પર એન્ટિ ડંપિગ ડયૂટી લગાવવામા આવે છે તે નાબૂદ કરવામા આવે. જો આ ડયૂટી નાબૂદ કરવામા નહિ આવશે તો તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉભા નહિ રહી શકે.
વર્કિગ કેપીટલ પર જે રીતે હાલ તેઓ 10.50 ટકા ચુકવે છે તેની જગ્યા પર 6 ટકા કરવામાં આવે. સૌથી વધુ કમાણી રળીઆપતા હોવા છતા તેઓની વારવાર ઉપેક્ષા કરવામા આવતી હોવાની ફરિયાદ કરી છે. આ બજેટમા વિવર્સને પણ ધ્યાનમા લઇ તેઓની આશા અને અપેક્ષા પુરી કરવામા આવે તેવી ઇચ્છા વ્યકત કરી હતી.હવે જોવાનુ એ રહ્યુ કે કેન્દ્ર સરકારનુ રજૂ થનાર બજેટ વેપારીઓની આશા પર કેટલુ ખરુ ઉતરે છે.