બજેટમાં મોટી જાહેરાત; સૌરાષ્ટ્રમાં કઈ કઈ 3 નવી જગ્યાએ ખૂલશે મેડિકલ કોલેજ? એક આયુર્વેદિક કોલેજની જાહેરાત
સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3 નવી મેડિકલ કોલેજો બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. જેમાં બોટાદ, વેરાવળ અને જામખંભાળિયામાં મેડિકલ કોલેજ બનશે. એટલું જ નહીં, સુરેન્દ્રનગર ખાતે એક આયુર્વેદિક કોલેજ બનાવવાની જાહેરાત કરાઈ છે.
ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું. ગુજરાતનું 2,43,965 કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ થયું છે. આ બજેટમાં અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે અને નાણામંત્રીએ કહ્યું છે કે, આ ચૂંટણીલક્ષી નહીં પણ વિકાસલક્ષી બજેટ છે. કરવેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને 12,000થી ઓછા પગારદારને વેતનવેરામાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતના બજેટમાં સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળસંશાધન માટે ફાળવણી કરવામાં આવી છે અને ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે. રવિ અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપવા નવી યોજના જાહેર કરાઈ છે.
આ ઉપરાંત અન્ય મહત્વની જાહેરાતોની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3 નવી મેડિકલ કોલેજો બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. જેમાં બોટાદ, વેરાવળ અને જામખંભાળિયામાં મેડિકલ કોલેજ બનશે. એટલું જ નહીં, સુરેન્દ્રનગર ખાતે એક આયુર્વેદિક કોલેજ બનાવવાની જાહેરાત કરાઈ છે.
શિક્ષણ વિભાગમાં મહત્વની જાહેરાત
શિક્ષણ વિભાગ માટે ગુજરાતના આ વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ કે, 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્ફુલ્સ સામાજિક ભાગીદારી સાથે શરૂ થશે. 1 લાખ વિદ્યાર્થીઓને અહીં શિક્ષણ મળશે. આ યોજના અંતર્ગત આગામી વર્ષ માટે 90 કરોડની જોગવાઈ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારા માટે 1188 કરોડની જોગવાઈ ફાળવાઈ. અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ. ઘરથી શાળાનુ અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા 2 લાખ 30 હજાર કરતા વધુ પ્રાથમિક શાળાના બાળકોને શાળામાં લાવવા-લઈ જવા 108 કરોડની જોગવાઈ. મોડલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટલના બાંધકામ માટે 12 કરોડની જોગવાઈ. અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહન ભોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે 1068 કરોડની જોગવાઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube