દિવ્યેશ જોશી/રાજકોટ: જ્યારે કોઈ પણ બિલ્ડર દ્વારા નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે ત્યારે તેમાં લોકોની આંખો અંજાઈ જાય તે પ્રકારના લોભામણી લાલચવાળી સુવિધાઓ અને જાહેરાતો આપવામાં આવે છે. જેમાં અમુક બિલ્ડર બ્રોશરમાં બતાવેલી સુવિધાઓ અને જાહેરાતો પૂરી કરે છે, પરંતુ અમુક બિલ્ડર આ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી શકતા નથી આવું જ કંઈક રાજકોટના નવા 150 ફૂટ રીંગરોડ પર કરોડો રૂપિયાની કિંમતે ઉદ્યોગપતિ અને ડોક્ટરે લીધેલા ફ્લેટમાં બન્યું છે. જેમાં બિલ્ડરે બ્રોશરમાં આપેલી એક પણ સુવિધાઓ તેમજ ક્લબ હાઉસ બનાવવામાં નથી આવ્યું તેમજ બાંધકામની અનેક વસ્તુના મટીરીયલમાં પણ નબળી વસ્તુ વપરાઈ હોવાનો આક્ષેપ ફ્લેટ ધારકો દ્વારા કરવામાં આવ્યો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખે આવી રહ્યું છે સંક્ટ! અરબ સાગર અને બંગાળની ખાડી ગુજરાતની 'પથારી' ફેરવી દેશે!


રાજકોટના નવા 150 ફુટ રિંગરોડ પર ઉધોગપતિઓ સાથે બિલ્ડરની છેતરપિંડી સામે આવી છે.કરોડો રૂપિયાના ફલેટમાં સુવિધાઓના જે વાયદાઓ કરવામા આવ્યા હતા,તેવી કોઈ જ પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી નથી. ધ ફ્લોરેંજા પ્રોજેક્ટ ના એન્ટ્રી ગેઇટ નહિ,બેઝમેન્ટ પાર્કિંગ નહિ,લિફ્ટ બંધ હાલતમાં, રિસેપ્સન ના સુવિધાઓ નહિ, ગાર્ડન અને સ્વિમિંગ પુલ માં સુવિધાના નામે મીંડુ, પાણી લોકેજ, કબબ હાઉસમાં સુવિધાઓ નહિ સહિત અનેક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.


ફ્લોરેન્જા પ્રોજેકટ શ્રીધર ઘોડાસરા,મનોજ કાલરીયા અને સેહુલ ઘોડાસરા અને રાહુલ કાલરીયા,ધવલ હદવાણી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ લાડાણી ગ્રૂપ અને સ્મિત કનેરીયા ગ્રૂપએ ફ્લૅરેન્જા ગ્રૂપને જમીન વેચાતી આપી હતી.આ પ્રોજેક્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગાર્ડન ક્લાસિક રિયાલિટી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.


લોરેન્સ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત, Zee પાસે એક્સકલ્યુઝિવ માહિતી


છેલ્લા સાત વર્ષથી કામ ચાલુ છે છતાં પૂર્ણ ન થયું છે.બિલ્ડરો દ્વારા લોભામણી જાહેરાત કરવામાં આવે પરંતુ સુવિધાઓ ના નામે મીંડું જોવા મળે છે.આ પ્રોજેકટ માં નામાંકિત ડોક્ટરો ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે.છેલ્લા પાંચ કે છ વર્ષથી અહીં લોકો વસવાટ કરે છે.ફાયર સેફટી ના સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે.50 ફ્લેટના પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 18 પરિવારો એક વર્ષથી અહીં રહેવા માટે આવ્યા છે.ફ્લેટ ધારકો દ્વારા રેરામાં પણ અરજી કરવામાં આવી છે.


વડોદરાવાસીઓ સાચવી લેજો! મોરબી જેવી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ, આ 12 બ્રિજ છે ક્ષતિ


ફ્લેટ ધારકો અને બિલ્ડર દિલીપ લાડાણી વચ્ચે બોલા ચાલી થઈ હતી.બિલ્ડર દિલીપ લાડાણીએ કહ્યું મારા ફ્લેટ પણ આમાં આવેલા છે.જગ્યા ના માલિક હું અને સ્મિત કનેરિયા હતા..હું આ પ્રોજેક્ટમાં ક્યાંય પાર્ટનર નથી. હું આમાં આર્કિટેક અને સ્ટ્રક્ચર એન્જિનિયર છું. ફ્લેટ મેમ્બરો ખૂબ જ પરેશાન થયા છે મેં બિલ્ડરને રજૂઆત કરી છે. આખા પ્રોજેક્ટમાં સર્વિસ નો ખૂબ જ અભાવ જોવા મળ્યો હતો. ચાર વર્ષથી ફ્લેટ ધારકો પરેશાન થઈ રહ્યા છે. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાર્ટનર મુન્નાભાઈ અને સેહુલ અવ્યવહારિક વર્તન કર્યું હતું.અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શ્રીધર ઘોડાસરા, મનોજ કાલરીયા,સેહુલ ઘોડાસરા, ધવલ હડવાણી અને રાહુલ કાલરીયા દ્વારા પ્રાથમિક સુવિધાઓ ન આપવામાં આવી.આ તમામ રાજકોટના ટોચના બિલ્ડરો છે.


ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! મગફળી વેચવા આ યાર્ડની પસંદગી કરો, થઇ જશો માલામાલ