આ તારીખે આવી રહ્યું છે મોટું સંક્ટ! અરબ સાગર અને બંગાળની ખાડી ગુજરાતની 'પથારી' ફેરવી દેશે!

Cyclone Alert In Gujarat: અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. તે બાદ તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. 

1/6
image

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાએ કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાક માટે આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કરી છે આગાહી. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે.

2/6
image

અરબ સાગરમાં ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે. આ લો-પ્રેશર હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે. બંગાળની ખાડીના લો-પ્રેશરની અસર થાય તો હાલાકી વધી શકે છે. આવામાં 19-20 ઓક્ટોબરથી અસર થવાની આશંકા છે. જોકે, અરબ સાગરમાં ડિપ્રેશનની દિશા ઓમાન તરફ છે.

3/6
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે જણાવ્યું કે, હાલ જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. જોકે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. વેલમાર્ક લો પ્રેશરની અસરને લીધે વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્ય છુટો છવાયો વરસાદ રહેશે. આજે અમદાવાદમાં તાપમાન 33 ડિગ્રી રહેશે.

4/6
image

અરબ સાગર સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી, હવે તે ડિપ્રેશન બની ચૂકી છે. પરંતુ તે સિસ્ટમ ઓમાન તરફ જઇ રહી છે. હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી. તે સિસ્ટમના કારણે અત્યાર સુધી વરસાદ પડી ગયો છે, પરંતુ હવે લોકલએક્ટિવિટીના કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ થઇ શકે છે.

5/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. 

6/6
image

અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.