અમદાવાદ: જંત્રીનો વિરોધ.. રાજ્યભરમાં બિલ્ડરો અને તમામ મહાનગરોમાં ક્રેડાઈ આજે રસ્તા પર ઉતર્યું છે.. મુદ્દો છે નવી જંત્રીનો વિરોધ.. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા વધારા સામે બિલ્ડરોએ હવે બાંયો ચડાવી છે.. જ્યાં જુઓ ત્યાં રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે.. જંત્રી વધારાની સાથે સાથે બિલ્ડરો દ્વારા અન્ય પણ માગણીઓ કરવામાં આવી છે.. શું છે બિલ્ડરોની માગણી અને શા માટે થઈ રહ્યો છે વિરોધ,, જુઓ આ રિપોર્ટમાં.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર સામે બિલ્ડર એસોસિએશનનો આ વિરોધ છે.. 
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે.. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.. એના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માગ કરવામાં આવી છે.. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે..


આ પણ વાંચોઃ આ જિલ્લાઓમાં ઠંડી ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક માટે કોલ્ડવેવની આગાહી


રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિયેશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.. આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી એવું નક્કી કરી બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.. 


રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ આજે આ દરો પરત લેવાઇ તેવી માંગ સાથે વડોદરા બિલ્ડર અને ડેવલોપર્સ ભેગા મળી રેલી સ્વરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી.. જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલોપર્સ સહિત અસરગ્રત ખેડૂતો હાજર રહ્યા હતા.. 


સુરતના બિલ્ડરો દ્વારા મોટી સંખ્યામાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને જંત્રીમાં કરેલા ધરખમ વધારાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.. સરકાર દ્વારા મન ફાવે તે રીતે જંત્રીના ભાવમાં વધારો કરી દેવાયો છે કયા વિસ્તારમાં કેવી રીતે સર્વે કરવામાં આવ્યો છે તે પણ કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી.. માત્ર જંત્રી નહીં પરંતુ તેના કારણે અન્ય પ્રક્રિયાઓમાં પણ ગ્રાહકોએ વધુ રૂપિયા ચૂકવવા પડશે જેને કારણે ફ્લેટના હાલ જે ભાવ છે તેમાં 30 થી 40% જેટલો વધારો થશે..


આ પણ વાંચોઃ રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલી


ક્રેડાઈ અમદાવાદ દ્વારા સૂચિત જંત્રીદરને લઈને અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે.. શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે, પરંતુ ગામડાં અને નાનાં શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આ પહોંચશે.. 12 વર્ષ સુધી સરકારે જંત્રીદર વધાર્યો નથી, પરંતુ રાતોરાત આ જંત્રીદર વધારી દેવામાં આવ્યો છે.. શહેરના વિકાસ માટે જંત્રીદર વધારવો એ યોગ્ય છે, પરંતુ એકસાથે આટલો બધો વધારો અમલમાં મૂકવા જાય એ સ્વીકાર્ય નથી..