અમદાવાદીઓ માટે ચિંતાનો વિષય : બિલ્ડરોના પ્રતાપે તમે શ્વાસની બીમારીના બની રહ્યા છો શિકાર
Air Pollution : મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં કોઈ પણ જગ્યા ઉપર ગ્રીન નેટ કવર કર્યા વગર બાંધકામ ન થવું જોઈએ તેમ આદેશ જાહેર કર્યો છે, છતાં બિલ્ડરો આ આદેશનું પાલન કરતુ નથી
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : શહેરનો ગ્રોથ થવો જરૂરી છે. પણ સાથેસાથે લોકોના આરોગ્યની ચિંતા કરવી પણ એટલી જ મહત્વની છે. આ ઉદ્દેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ગ્રીન નેટ કવર ઝુંબેશ ઉપાડી છે. 10 માઈક્રોન અથવા તેનાથી ઓછું ડાયામીટર ધરાવતા વાયુ રજકણ શ્વાસોશ્વાસ મારફત શરીરમાં પ્રવેશે છે, જે માણસના ફેફસા માટે અત્યંત જોખમી છે તેમજ ફેફસાંમાં કાયમી નુકસાન પહોંચાડે છે. આ હિસાબે amc એ પાછલા 3 થી 4 મહિનામાં 504 સાઈટને નોટિસ ફટકારી છે તેમજ હવા પ્રદૂષિત કરતા બિલ્ડરો પાસેથી 66 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો છે
એક અભ્યાસ મુજબ પર્ટિક્યુલેટ મેટર (PM10 અને PM2.5) એટલે કે હવાના રજકણોનું 90 ટકા ઉત્સર્જન બાંધકામ સાઈટ અને રસ્તા પરની ધૂળ ઉડવાના કારણે થાય છે. વાયુ પ્રદૂષણ અત્યંત ચિંતાનો વિષય બન્યો છે. સરેરાશ પુખ્ત વ્યક્તિ દરરોજ 3000 ગેલન હવા શ્વાસ લે છે. જેમાં ખાસ બાળકો વાયુ પ્રદૂષણ માટે વધુ સંવેદનશીલ હોય છે. સિનિયર એમડી ડો.પ્રવિણ ગર્ગએ કહ્યું કે, વાયુ પ્રદૂષણના કારણે જટિલ શ્વાસની બીમારી લઈને આવતા દર્દીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10થી 17 ટકાનો વધારો થયો છે.
કોણ છે એ ગુજરાતી શિક્ષક, જેમને પીએમ મોદીએ દિલ્હી બોલાવીને દિલ ખોલી વખાણ કર્યાં
ધંધે લગાડવાના ધંધા: દેવુ વધી જતાં જેટકોના કર્મચારીએ કર્યું અપહરણનું નાટક!
મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં કોઈ પણ જગ્યા ઉપર ગ્રીન નેટ કવર કર્યા વગર બાંધકામ ન થવું જોઈએ તેમ આદેશ જાહેર કર્યો છે. અગાઉ ગ્રીન નેટ નહીં બાંધતી બાંધકામ સાઈટ સામે ઝુંબેશ ચલાવાઈ હતી. શહેરીજનોને ચોખ્ખી હવાનું વાતાવરણ મળી રહે તે મુખ્ય ઉદ્દેશ છે. શહેરમાં ક્યાંએ પણ ગ્રીન નેટ બાંધ્યા વગર બાંધકામ ચાલતું હોય તેની ફરિયાદ કરવા લોકોને અપીલ કરી છે.
હવાના પ્રદૂષણથી ક્રોનિક બ્રોન્કાઈટિસ, ખાંસી, શ્વાસનળીમાં સોજો જેવી બીમારી થાય છે. PM10 નામનાં રજકણ વજનમાં ભારે હોવાથી વાયુ કોષમાં ભરાઈ ફેફસાંમાં જાળું બનાવે છે.
ધંધે લગાડવાના ધંધા: દેવુ વધી જતાં જેટકોના કર્મચારીએ કર્યું અપહરણનું નાટક!
સિનિયર પલ્મોનોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે ફેફસાંની જટિલ બીમારી માટે PM10 મુખ્ય જવાબદાર છે. PM2.5 ઉત્સર્જનથી બહાર નીકળી જાય છે. જ્યારે PM10 વજનમાં ભારે હોવાથી વાયુ કોષમાં ભરાઈ ફેફસાંમાં જાળું બનાવે છે. આ કારણે ક્રોનિક બ્રોન્કાઈટિસ થાય છે. ફેફસાંમાંથી વધારે પાણી છૂટે, ખાંસી, શ્વાસનળીમાં સોજો, સતત શ્વાસ ચઢે વગેરે સમસ્યા જોવા મળે છે.
હવે વોલ ટુ વોલ રોડ ફરજિયાત કરવામાં આવશે. ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટર રોડ બનાવતી વખતે રોડની બંને બાજુ ખુલ્લી જગ્યા મૂકે છે તે ધૂળની રજકણ પણ હવામાં PM10નો વધારો કરવા માટે જવાબદાર હોવાથી મ્યુનિ. દ્વારા ફરજિયાત વોલ ટુ વોલ રોડ બનાવવા નિર્ણય લેવાયો છે. આ માટે વધારાના બજેટની જરૂર પડશે તો સરકાર પાસે તેની માંગણી કરાશે.
અનાજ ભરવાની કોઠીમાં દીકરાનો મૃતદેહ જોઈ માતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ