Banaskantha Loksabha Election : લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા સામે યુદ્ધે ચઢ્યા છે ત્યારે બનાસકાંઠામાં એક અનોખો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં વિફરેલા એક આખલાએ ભાજપના કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવી છે. જી હા,,, આપને માન્યામાં નહીં આવે પરંતુ ધાનેરાની ક્રિષ્ના સોસાયટીમાં ભાજપના કાર્યકરોની મીટિંગ હતી. અને આ મીટિંગમાં આવેલા ભાજપના કાર્યકરોની ગાડીઓનો વિફરેલા આખલાએ ખુડદો બોલાવી દીધો છે. જરા તમે પણ જુઓ... વિફરેલો આખલો ભાજપના કાર્યકરોની ગાડીઓને કેવી રીતે નિશાન બનાવી રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરાનો આ બનાવ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાનેરાની ક્રિષ્ના સોસાયટીમાં ભાજપના કાર્યકરોની મીટિંગ હતી એ દરમિયાન વિફરેલો આખલો આવી ચડ્યો અને પાર્ક કરેલી એક બ્રેઝા  ગાડી, એક ડિઝાયર અને એક અલ્ટો ગાડી પર હુમલો કર્યો. અત્યાર સુધી તો રખડતાં ઢોર માણસોને નિશાન બનાવતાં હતાં પરંતુ લોકસભાની ચૂંટણીની લડાઈ ચાલી રહી છે તેની વચ્ચે વિફરેલા આખલાએ ભાજપ કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવતાં લોકો સ્તબ્ધ બની ગયા છે. કેમ કે, અત્યાર સુધી બે આખલા લડતા હોય ત્યારે વાહનોને નુકસાન પહોંચાડે તેવાં દ્રશ્યો બધાએ જોયાં છે પરંતુ બનાસકાંઠાના ધાનેરાનાં આ દ્રશ્યો જુઓ. 


લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી : અમરેલીમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી


માર્ચ ગયો, હવે એપ્રિલનો વારો : તોબા પોકારી જાઓ તેવી ગરમી પડવાની છે આગાહી