માર્ચ ગયો, હવે એપ્રિલનો વારો : તોબા પોકારી જાઓ તેવી ગરમી પડવાની છે આગાહી

Heatwave Alert : રાજ્યનું હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ મોટા-ફેરફારની શક્યતાઓ નથી, જોકે તેના બાદ ગરમીનો એવો અહેસાસ થશે કે તોબા પોકારી જશો
 

માર્ચ ગયો, હવે એપ્રિલનો વારો : તોબા પોકારી જાઓ તેવી ગરમી પડવાની છે આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં 2 દિવસ ગરમીમાંથી રાહત મળશે. પરંતું 2 દિવસ બાદ ફરી ગરમીનો પારો ઉંચકાશે. આગામી 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. ગાંધીનગરમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું. છે. અમદાવાદમાં ગરમીનો પારો 37.1 ડિગ્રી નોંધાયો છે. જોકે, હાલ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એકથી બે ડિગ્રી સુધી તાપમાન ઘટ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. 

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયું છે. 

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા

  • અમદાવાદ 37.1 ડિગ્રી
  • ગાંધીનગર 38.0 ડિગ્રી
  • ડીસા  35.8 ડિગ્રી
  • વડોદરા 37.4 ડિગ્રી
  • સુરત 37.0 ડિગ્રી
  • અમરેલી 38.5 ડિગ્રી 
  • ભાવનગર 36.4 ડિગ્રી
  • રાજકોટ 37.7 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 37.5 ડિગ્રી
  • મહુવા 36.8 ડિગ્રી
  • ભુજ  35.3ડિગ્રી
  • કંડલા 37.2 ડિગ્રી
  • કેશોદ  36.9 ડિગ્રી

હવામાન વિભાગની આગાહી અનુસાર, હજી બે દિવસ સુધી તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં ગરમ રાત અનુભવાઈ હતી. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતા છે. બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમ રાતની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણાના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટ યથાવત રહેશે. ગુજરાતનાં પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે. પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટી શકે છે. 

એપ્રિલમાં પણ ગરમીનો માર
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news