ગજબની બાઈક ચોર ગેંગ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સામે 21 ગુનાના ભેદ કબૂલ્યા
- અત્યાર સુધી આ ગેંગ રાજસ્થાન અને અમદાવાદના અનેક શહેરોમાંથી બૂલેટ ચોરી કરતા હતા. એટલું જ નહિ, અમદાવાદના ચાંદખેડા, નરોડા, સાબરમતી અને ગાંધીનગર વિસ્તારમાંથી પણ અનેક બૂલેટની ચોરી કર્યાનું કબૂલ્યું છે.
મૌલિક ધામેચા /અમદાવાદ :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 વાહન ચોરી કરતા શખ્સોને ઝડપી 21 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું છે કે, ચારેય આરોપીઓ માત્ર મોંઘા બૂલેટ બાળકોની જ ચોરી કરતા હતા અને બાદમાં સસ્તી કિંમતે વેચી દેતા હતા. એટલું જ નહિ, પકડાયેલા ચારેય આરોપીઓમાંથી 2 શખ્સો અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઇ ચૂકયા છે. ત્યારે પોલીસે 11 જેટલા ચોરીના બૂલેટ બાઈક પણ કબજે કર્યા છે.
પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે, તે હનુમંત સિંઘ ઉર્ફે અને ચૌહાણ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે આરોપી દિનેશ ચૌહાણ નાની વયથી જ ચોરીના રવા રવાડે ચઢી પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરી કરતો. જ્યારે રાહુલ ચૌહાણ નામનો આરોપી સાગરિત લક્ષ્મણ કુમાવત સાથે રહી ચોરીને અંજામ આપતા હતા.
આ પણ વાંચો : ઈપેક્સ રેઝન ફર્નિચરની દુનિયામાં હાર્દિક શાહે ડંકો વગાડ્યો, બોલિવુડથી મળ્યા ઢગલાબંધ ઓર્ડર
બૂલેટ ચોર ગેંગની શું હતી મોડેસ ઓપરેન્ડી?
ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલી બૂલેટ ચોર ગેંગની મોડેસ ઓપરેન્ડી પણ ખૂબ જ અલગ છે. હોસ્પિટલના પાર્કિંગમાં રહેલા બૂલેટની પહેલા આરોપીઓ રેકી કરતા અને બાદમાં ચારેય આરોપીઓ પોતાના પાસે રહેલા અન્ય બાઇક લઇને ચોરીના બાઈક સાથે ફરાર થઈ જતા. જેથી કરી કોઈને શંકા પણ ન જાય. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, બૂલેટના લોક તોડીને ચોરી કરતા બાદમાં ફરાર થઈ જતા.
અત્યાર સુધી આ ગેંગ રાજસ્થાન અને અમદાવાદના અનેક શહેરોમાંથી બૂલેટ ચોરી કરતા હતા. એટલું જ નહિ, અમદાવાદના ચાંદખેડા, નરોડા, સાબરમતી અને ગાંધીનગર વિસ્તારમાંથી પણ અનેક બૂલેટની ચોરી કર્યાનું કબૂલ્યું છે. ત્યારે વધુ ગુનાને ભેદ ઉકેલાય તે દિશામાં આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. હાલ તો પકડાયેલા આરોપીઓમાંથી હનુમંત ઉર્ફે વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચૂકયો હોવાની વાત સામે આવી છે. જ્યારે રાહુલ ચૌહાણ નામનો આરોપી રાજસ્થાનમાં સગીર વયની ઉંમરે જ ચોરીના રવાડે ચઢતા જ્વેલરી ચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂકેલો છે.