ઈપેક્સ રેઝન ફર્નિચરની દુનિયામાં હાર્દિક શાહે ડંકો વગાડ્યો, બોલિવુડથી મળ્યા ઢગલાબંધ ઓર્ડર

બોલિવુડના એક્ટર રાકેશ રોશનના ઘરમાં કુણાલ શાહની કંપની દ્વારા બનાવવામાં આવેલ રેઝીન ટેબલ ટોપ લગાવવામાં આવ્યા છે

મિતેશ માળી/વડોદરા :દુનિયામાં એવુ કોઈ ક્ષેત્ર બાકી નહિ હોય જ્યાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો ન હોય. ગુજરાતીઓ લગભગ દરેક પ્રકારના બિઝનેસ કરવામાં માહેર છે. ત્યારે આવામાં ગુજરાતના એક યુવા આંત્રપ્રિન્યોરની જુસ્સાભરી સફળતા સામે આવી છે. વડોદરા પાસેના કરજણના કૃણાલ શાહે વડોદરા સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. કોરોનાની મહામારીમાં વ્યવસાય ધંધા બંધ થતાં અન્ય વ્યવસાય તરફ કૃણાલ શાહ વળ્યા હતા. ત્યારે તેઓએ ઈપેક્સ રેઝન ફર્નિચર (epoxy resin table) ની દુનિયામાં ઝંપલાવ્યું છે. જેની પ્રશંસા બોલિવુડ સુધી પહોંચી છે. 

1/4
image

કોરોના મહામારીમાં અનેક લોકોના વ્યવસાય ઠપ થયા હતા. ત્યારે કરજણના કુણાલ શાહે ઈપેક્સ રેઝન ફર્નિચરનો વ્યવસાય શરૂ કર્યો. ત્યારે ટૂંકા ગાળામાં જ તેમના કામની બોલવાલા બોલિવુડ સુધી પહોંચી છે. બોલિવુડના એક્ટર રાકેશ રોશનના ઘરમાં કુણાલ શાહની કંપની દ્વારા બનાવવામાં આવેલ રેઝીન ટેબલ ટોપ લગાવવામાં આવ્યા છે.

2/4
image

આ ખાસ ફર્નિચરના ઓર્ડર માટે રાકેશ રોશનના પરિવારે કુણાલ શાહ અને તેમની ટીમના આમંત્રિત કર્યા હતા. હવે બોલિવુડ એક્ટર ઋત્વિક રોશનના પરિવારના ફાર્મ હાઉસ અને ઘરમાં રેઝીન ટેબલ ટોપ લગાવવામાં આવ્યા છે. 

3/4
image

રોશન પરિવારમાં અત્યાર સુધી ચાઈનીઝ ફર્નિચર હતું, જેને હટાવીને હવે કૃણાલ શાહનું ઈપેક્સ રેઝન ફર્નિચરની સજાવટ કરવામાં આવી છે. જોકે, અહીથી કુણાલ શાહ અટક્યા નથી. તેઓન 35 જેટલી બોલિવુડની હસ્તીઓ પાસેથી આ ખાસ પ્રકારના ફર્નિચરના ઓર્ડર મળ્યા છે. જેના પર કામ શરૂ થઈ ગયું છે. 

4/4
image

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પહેલીવાર ઇપેક્સ રેઝન ફર્નિચરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા આ પ્રકારના ફર્નિચર કોઈએ બનાવ્યા નથી. અગાઉ લોકો વિદેશથી આ પ્રકારનું ફર્નિચર મંગાવતા હતા. પરંતુ હવે ભારતમા જ અવેલેબલ થઈ જવાથી લોકોને વિદેશી મંગાવવાની જરૂર નહિ પડે.