ગૌરવ પટેલ/અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. ગુરૂવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતા આપતા જણાવ્યું કે, વર્ષ 2023ના ડિસેમ્બર સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પુરો કરી દેવાનું આયોજન કરાયું છે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનો મુખ્ય ડેપો બનાવવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અચલ ખરેએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, "આ બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું કુલ 508.5 કિમીનું અંતર આ ટ્રેન કાપશે. તેના માટે સાબરમતી ખાતે નવી રેલવે રિક્યોરમેન્ટ બોર્ડની બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે. આ બિલ્ડિંગ અતિ આધુનિક સુવિદાઓથી સજ્જ હશે."


ગુજરાત માટે આગામી વર્ષ પાણીદાર સાબિત થશે, 118 ટકા વરસાદથી 80 ડેમ છલકાયા


તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, "સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનો ડેપો બનાવવાનો હોવાથી અહીં હાલ ઉપયોગમાં લેવાઈ રહેલી 50 જેટલી યુટિલિટીને અન્ય જગ્યાએ ખસેડવી પડશે. હાલ સાબરમતિમાં રેલવેનો ગુડ્સ ટ્રેનનો ડેપો છે અને બીજા પણ અનેક ટ્રેક હોવાના કારણે અહીં 1600 જેટલા વિજળીના થાંભલા ફિટ કરેલા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ થાંભલાઓને અન્યત્ર ખસેડવા પડશે."


મેનેજિંગ ડિરેક્ટર ખરેએ વધુમાં જણાવ્યું કે, "બુલેટ ટ્રેનને દોડાવા માટે સાબરમતી ડેપોમાં જે 150 કિવોની હાઈ વેલ્ટેજ વીજળીની લાઈન છે, તેને પણ ખસેડવી પડશે. યુટિલિટી શિફ્ટ કરવાનું 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે."


ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનને માર્ગમાં 12 સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. હજુ માર્ગમાં અનેક સ્થળે જમીન સંપાદનનું કાર્ય બાકી છે. સરકાર આ સમગ્ર પ્રોજેક્ટ 2023ના ડિેસમ્બર સુધીમાં પુરો કરવા માગે છે.


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....