અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. તો ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખુબ જ સારા ભાવો મળી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના 1273 રૂપિયા ભાવ કરતાં પણ વધારે 1250થી 1581 રૂપિયા જેટલો પ્રતિમણે મગફળીનો ભાવ ખેડૂતોને ઓપન માર્કેટમાં મળી રહેતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહનથાળ માટે વપરાતા ઘીના તાર અમદાવાદ સાથે જોડાયા! અંબાજી પોલીસની ટીમ માધુપુરા પહોંચી


બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે. બીપરજોય વાવાઝોડા સહિત ભારે વરસાદમાં અનેક પાકોમાં મોટું નુકશાન સહન કર્યા બાદ બેહાલ થઈ ચૂકેલા ખેડૂતો માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે. બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતર તરીકે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતાં હોય છે. 


હે...મા....માતાજી!!! બે દિવસમાં હાર્ટ એટેકથી 5નાં મોતથી ખળભળાટ, રંગીલા રાજકોટમાં ખૌફ


આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે. જેને લઈને ડીસા પંથકના ખેડૂતો પોતાની મગફળી વેચવા ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડમાં રોજની 40થી 45 હજાર બોરી મગફળીની આવક થઈ રહી છે તો અત્યારે ડીસા માર્કેટયાર્ડના ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને મગફળીના મણે 1300 થી 1500 રૂપિયા જેટલા સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીમાં પ્રતિમણે 200થી 250 રૂપિયા વધારે ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં ટ્રેક્ટરો ભરીને મગફળી વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતો આગામી સીઝનમાં અન્ય પાકોનું સમયસર વાવેતર કરી શકશે.


મોહનથાળમાં ભેળસેળીયું અમૂલ ઘી: હવે GCMMF આ મામલે કૂદી, AMUL ઘી મામલે કર્યો ખુલાસો


હાલ ડીસા માર્કેટયાર્ડમાં મગફળી વેચવા આવ્યો ભાવ 1200 થી 1500 રૂપિયા સુધી મળી રહે છે જે સરકારના ટેકાના ભાવ કરતા વધારે છે. જેથી અમને મોટો ફાયદો થઈ રહ્યો છે. હું મારી મગફળી લઈને વેચવા માર્કેટયાર્ડમાં આવ્યો છું અહીં સારા ભાવ મળી રહ્યા છે અને પેમેન્ટ પણ તરત મળે છે અમે ખુશ છીએ. હું આજે મગફળી વેચવા આવ્યો છું મને 1431 રૂપિયા ભાવ મળ્યો છે જે ટેકાના ભાવ કરતા વધારે છે અને અહીં તરતજ પેમેન્ટ મળે છે ટેકાના ભાવમાં મહિને પૈસા મળે છે. અમે ખુબજ ખુશ છીએ.


અંબાજીનો મોહનથાળ ફરી વિવાદમાં: પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સ સકંજામા, ઘીના સેમ્પલ ફેલ


સરકાર દ્વારા મગફળીનો મણે 1273 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે જોકે તેની ખરીદી હજુ શરૂ થઈ નથી. જોકે ટેકાના ભાવમાં મગફળી વેચનારા ખેડૂતોને નાણાં મળવામાં પણ વિલંબ થતો હોય છે. જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને હાથો હાથ રોકડા રૂપિયા મળી રહે છે જેને લઈને ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઇ રહ્યું છે. જેથી ડીસા માર્કેટયાર્ડમાં દરરોજની લગભગ 40થી 45 હજારથી વધુ બોરીની આવક થઈ રહી છે.


શું કૌભાંડ માફિયાઓ બાળકોના પોષણની ગ્રાન્ટ ચાઉં કરીને નવી પેઢીને બનાવી રહ્યા છે કમજોર


ગત વર્ષે 16 લાખ મગફળીની બોરીની આવક થઈ હતી. અને ભાવ 971 થી 1451 રૂપિયા ભાવ હતો જેમાં 1277 એવરેજ ભાવ હતો પરંતુ આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં 1250 થી 1581 રૂપિયા પ્રતિમણે ખેડુતોને મગફળીનો સારો ભાવ મળી રહ્યો છે. વર્તમાન સમયમાં મગફળીની આવક જોતાં આ વર્ષે લગભગ 20 લાખ બોરીની આવક થવાની શક્યતા છે. આ ઉપરાંત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીના વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોવાના લીધે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ ના પડે.


કેલોરેક્ષ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરતો VIDEO વાયરલ, શિક્ષકને માર્યો માર


હાલ માર્કેટમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે રોજની 40 થી 45 હજાર કરતા વધુ બોરીની આવક નોંધાઈ રહી છે. આ વર્ષે 20 લાખથી વધુ બોરીની આવક થશે. ચોમાસુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થતાં ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં પોતાની મગફળી લઈને વેચવા મોટા પ્રમાણમાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે અને હાલ તેના ભાવો પણ સારા મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતોની મગફળીથી માર્કેટો ઉભરાઈ રહ્યા છે અને ખેડૂતોને સારા ભાવ મળતાં ખેડૂતો આગામી રવિ સિઝનનું વાવેતર સમયસર કરી શકશે.


હવે તો હદ કરી! ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું; વલસાડની આ કોલેજમાં બી.કોમનું પેપર લીક