સુરત: ભટાર વિસ્તારમાં ધોબીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધોબીની લાશને પીએમ અર્થે ખસેડી હતી. જો કે, ધોબીનું મોત કયા કારણોસર થયું છે તે પીએમ રીપોર્ટ બાદ જ સામે આવશે. પરંતુ ધોબીની લાશ અડધી સળગેલી હાલતમાં મળી આવતા ઇસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આ મહિનાના અંતે ફરી ગુજરાત આવશે પીએમ મોદી


છેલ્લા 20 વર્ષથી ધોબીનું કામ કરી રહ્યો છે
મૂળ યુપીનો રહેવાસી અને હાલ ભટાર વિસ્તારમાં આવેલા અંબાનગરમાં દુકાનમાં 40 વર્ષીય શિવકુમાર બદ્રીનાથ કનોજીયા રહેતો હતો. શિવકુમાર ધોબીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ગત રોજ રાત્રી દરમિયાન અંદરથી લોક કર્યા બાદ દુકાનમાં જ હતો. જો કે, ત્યારબાદ બીજા દિવસે સવારે તેનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, અને મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. મૃતક શિવકુમાર મૂળ યુપીનો રહેવાસી હતો. તેના બે પુત્ર, એક પુત્રી અને પત્ની વતનમાં છે. શિવકુમાર આ દુકાનમાં છેલ્લા 20 વર્ષથી ધોબીનું કામ કરી રહ્યો હતો.


આ પણ વાંચો:- ડાંગ: 3 ટર્મમાં હાર્યા છતા ભાજપે કર્યો વિશ્વાસ, ચોથી વખતે વિજય પટેલ 60 હજારથી વધુ મતે જીત્યા


ઇસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા
ગત રોજ રાત્રે દુકાનને લોક કરી અંદર કામ કરતો હશે. રાત્રે કામ કરતા કરંટ લાગ્યા બાદ ઇસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે. દુકાનમાં રહેલા કપડાં પણ સળગી ગયા છે. શિવકુમાર છાતી અને બંને હાથે સળગી ગયો છે. જો કે, હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. પરંતુ આ ઘટનાને લઇને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube