ડાંગ: 3 ટર્મમાં હાર્યા છતા ભાજપે કર્યો વિશ્વાસ, ચોથી વખતે વિજય પટેલ 60 હજારથી વધુ મતે જીત્યા

 વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલનો જંગી લીડ સાથે વિજય થયો હતો. છેલ્લી ચાર ટર્મથી ભાજપ સતત તેમને ટિકિટ આપી રહ્યું હતું. જેમાં એક જ વાર જીત મેળવી હતી. જ્યારે 5 મી ટર્મમાં ફરી ટિકિટ આપવામાં આવી હતી. જેમાં વિજય થયો છે. વિજય પટેલ આહ્વા તાલુકાનાં હનવચોંડ ગામના વતની છે. તેઓ છેલ્લા 4 ટર્મથી ભાજપના પક્ષે વિધાનસભામાં દાવેદારી કરી રહ્યા હતા. જેમાં તેઓ એકવાર 2007માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 
ડાંગ: 3 ટર્મમાં હાર્યા છતા ભાજપે કર્યો વિશ્વાસ, ચોથી વખતે વિજય પટેલ 60 હજારથી વધુ મતે જીત્યા

ડાંગ:  વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલનો જંગી લીડ સાથે વિજય થયો હતો. છેલ્લી ચાર ટર્મથી ભાજપ સતત તેમને ટિકિટ આપી રહ્યું હતું. જેમાં એક જ વાર જીત મેળવી હતી. જ્યારે 5 મી ટર્મમાં ફરી ટિકિટ આપવામાં આવી હતી. જેમાં વિજય થયો છે. વિજય પટેલ આહ્વા તાલુકાનાં હનવચોંડ ગામના વતની છે. તેઓ છેલ્લા 4 ટર્મથી ભાજપના પક્ષે વિધાનસભામાં દાવેદારી કરી રહ્યા હતા. જેમાં તેઓ એકવાર 2007માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 

ડાંગ ભાજપ પક્ષ પાસે સક્ષમ દાવેદાર હોવા છતા પાર્ટી દ્વારા વિજયભાઇને જ ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે અન્ય સભ્યો નારાજ પણ થયા હોવાનું સામે આવ્યું હતું. ડાંગ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા અને વિધાનસભામાંથી રાજીનામું આપનારા મંગળભાઇ ગાવિત ભાજપમાંથી ટિકિટનો દાવો કરી રહ્યા હતા. રાજ્યમાં 8 વિધાનસભા બેઠકો માટે 5 ઉમેદવારો કોંગ્રેસના ચૂંટાયા હતા. ભાજપે તેમને ટિકિટ આપી હતી. જો કે મંગળભાઇની ટિકિટ કપાઇ હતી. કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ડાંગ મુલાકાત દરમિયાન તેઓ ભાજપની મિટિંગમાં પણ દેખાયા હતા. આ બેઠકમાં જીત માટે મંગળ ગાવિતે સપોર્ટ કર્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યા છે. 

ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં 9 ઉમેદવારો મેદાને હતા. આહવા સરકારી વિજ્ઞાન કોલેજમાં મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં પહેલા રાઉન્ડથી જ ભાજપ પટેલને લીડ મળેલી હતી. જે છેક અંતિમ રાઉન્ડ સુધી જળવાઇ રહી હતી. જેના પગલે વિજય પટેલે કોંગ્રેસના ઉમેદવાર સુર્યકાંત તાવિતને 60 હજાર કરતા પણ વધારે મતથી પરાજીત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ તમામ 8 બેઠકો પર વિજયી બન્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news