અમરેલીઃ જિલ્લાના તમામ તાલુકામાં સતત વરસાદ ચાલું છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો વરસાદના પાણીમાં નવલખી નદીમાં ખાનગી બસ ફસાઇ હતી. બીજીતરફ જિલ્લાના તમામ તાલુકામાં સતત મેઘમહેર યથાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ પૂલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે નદીના પાણીના પ્રવાહમાં ફસાઇ હઈ હતી. બસમાં સવાર 35 જેટલા લોકોને ગામના સરપંચ અને અન્ય લોકોએ બચાવ્યા હતા. માંડ-માંડ કરીને આ બચાવ કામગીરી કરવામાં આવી હતી. 


જિલ્લાના રાજુલા નજીક ધાતરવડી-2 ડેમના 8 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 


છેલ્લા 10 દિવસથી પડી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. દાતરડી ગામમાં વરસાદી પાણી ભરાઇ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે.


બીજી તરફ વધુ વરસાદને કારણે ખેતરોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તમે જોઇ શકો છો નેશનલ હાઈ-વે પર અનેક જગ્યાએ ધોવાણ થયુ હોવાથી વાહનોની અવર જવર બંધી થઇ ગઇ છે. મેરામણ નદીના પ્રવાહને કારણે ઘોબા ગામનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને કારણે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જે ગામ સંપર્ક વિહોણા છે ત્યા NDRFની ટીમ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. જો કે હજુ પણ 5 દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 18 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.