ઝી મીડિયા/બ્યૂરો : MBA ફાયનાન્સમાં ગોલ્ડમેડલ મેળવનાર સુરતની યુવતીએ સ્ટાર્ટઅપ (start up) ને પ્રોત્સાહન આપવા માટે પીજી ક્લીક એપ (pg click app) બનાવી છે. જેમાં 400 થી વધુ ઉદ્યોગપતિઓ જોડાયા છે. આ એપ વાર્ષિક 1 કરોડનો બિઝનેસ પણ કરી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પાસેથી પ્રેરણા મેળવી લેખા ઘીવાળાએ બનાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

34 વર્ષના લેખા ઘીવાળા ગુજરાત યુનિવર્સિટીમાંથી MBA ફાયનાન્સમાં ગોલ્ડ મેડલિસ્ટ છે. લેખા પ્રોફેશનલ બિઝનેસ ટ્રેનર છે અને એક બાળકની માતા પણ છે અને છેલ્લા 12 વર્ષથી તેઓ કોર્પોરેટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ સહિતના વિવિધ વિષયોની તાલીમ લઈ રહ્યાં છે. ગુજરાતભરના સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે લેખાએ પીજી ક્લિક નામની એક મોબાઈલ એપ બનાવી છે, જે ઘણા સ્ટાર્ટઅપને આગળ વધારવા માટે મદદરૂપ સાબિત થઈ રહી છે. એકાઉન્ટન્સી ટીમમાં 9 જેટલી મહિલાઓ એપ (APP) દ્વારા ગુજરાતના ઘણા વેપારીઓ એકબીજા સાથે જોડાઈ છે અને પોતાની સાથે અન્ય વેપારીઓના કામને પ્રોત્સાહન આપી રહ્યા છે. 


આ પણ વાંચો : હઠીલા ટીબીના દર્દીની સારવાર હવે ઓનલાઈન થશે, દવા નહિ લો તો લાઈટ થશે


આ સ્ટાર્ટઅપ 2019 માં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં 400 થી વધુ ઉદ્યોગપતિઓ આ એપ્લિકેશનમાં જોડાઈને તેમના વ્યવસાયમાં નફો કમાઈ રહ્યા છે. તેમાં 100 થી વધુ મહિલાઓ છે, જેઓ ઘર ચલાવવાની સાથે બિઝનેસમાં પણ આગળ વધી રહી છે. આ એપ સિવાય એકાઉન્ટન્સી ટીમમાં 9 જેટલી મહિલાઓ પણ કામ કરે છે. સ્ત્રી સશક્તિકરણમાં માનતા લેખા ઘીવાળાએ જણાવે છે કે, તેઓ પોતાની કંપનીમાં માત્ર મહિલાઓને જ નોકરી પર રાખશે. માત્ર અઢી વર્ષમાં અનેક લોકોને ફાયદો પહોંચાડવાની સાથે આ એપ વાર્ષિક 1 કરોડનો બિઝનેસ પણ કરી ચૂકી છે. 


પ્રમોશન, નેટવર્કિંગ, નજીવી કિંમતે પીજી ક્લિક એ દેશની પ્રથમ એપ છે, જે એક પ્લેટફોર્મ પર વેપારીઓને જાહેરાત અને નેટવર્કિંગ બંને પ્રદાન કરી રહી છે. તેના કારણે મોટા વેપારીઓનું કામ પણ મોટા સ્તરે પહોંચી રહ્યું છે, જ્યારે નાના વેપારીઓને સારી તકો મળી રહી છે. એકાઉન્ટ્સ ટ્રેડર્સ માટે શિબિર, જાહેરાત, પ્રમોશન, નેટવર્કિંગ, નજીવી કિંમતે તાલીમ સહિત ઘણી સેવાઓ પ્રદાન કરે છે. તેનાથી તેમના ધંધાને ફાયદો થાય છે. 


આ પણ વાંચો : ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થીને ભણવા માટે ફોન આપ્યો, ને તેણે માતાનો આખો પગાર ઓનલાઈન ગેમમાં વાપરી નાંખ્યો 


આ અંગે લેખાએ જણાવ્યું હતું કે, હું પોતે એક વ્યાવસાયિક ટ્રેનર છું. તાલીમ દરમિયાન, હું એવા ઘણા લોકોને મળી કે જેમની પાસે આવડત હતી. પરંતુ તેમની પાસે સારું પ્લેટફોર્મ ન હતું, તેથી મેં તેમના માટે કંઈક કરવાનું વિચાર્યું. આજનો સમય ધીમે ધીમે ડિજિટલ બની રહ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ડિજિટલ ઈન્ડિયા' અને 'વોકલ ફોર ઈન્ડિયા' ઝુંબેશ શરૂ કરી, જેનાથી મને પ્રેરણા મળી. મારું સ્ટાર્ટઅપ પણ આ જ વસ્તુઓ પર કામ કરે છે. અમે એપ દ્વારા વેપારીઓને જોડીએ છીએ, જે તેમના કામને પ્રોત્સાહિત કરે છે.