• રેરાના નવા નિયમથી બિલ્ડર્સ લોબીમાં ફફડાટઃ અત્યાર સુધી ચાલ્યા એ ધંધા હવે નહીં ચાલે

  • તગડી કમાણી કરવા ગુજરાતના મોટા શહેરોમાં બિલ્ડર્સ કરી રહ્યાં છે મોટાપાયે ગેરરીતિઓ

  • બિલ્ડર લોબીની લાલિયાવાડીઓ બંધ કરાવવા એકશન મોડમાં આવ્યું રેરા

  • ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી દ્વારા બિલ્ડર્સ લોભી સામે કરાઈ લાલ આંખ

  • મિલ્કત ખરીદનારના હિતોની રક્ષા માટે બનાવવામાં આવી છે RERA નામની સંસ્થા


Gujarat Real Estate Regulatory Authority (RERA) New Rules: ગુજરાતમાં મિલ્કત ખરીદનારના હિતોની રક્ષા માટે તથા બિલ્ડર્સ અને ગ્રાહક વચ્ચેના વિવાદો નિવારવા, 'રેરા' ની રચના કરાઈ છે. જેને ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઓથોરીટી એટલેકે RERA દ્વારા નવા નિયમો લાવવામાં આવ્યાં છે. રેરાના આ નવા નિયમો બિલ્ડર્સને આંખે અંધારા લાવી દેશે. 'રેરા' ઓથોરિટીમાં મિલ્કતોનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત હોય છે, આમ છતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં વિવિધ કારણોસર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોય છે. જોકે, હવે રેરા દ્વારા નિયમો કડક કરતા નહીં ચાલાવી લેવાય આવી લાલિયાવાડી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેરાના નવા નિયમથી બિલ્ડર્સ લોબીમાં ફફડાટઃ
તાજેતરમાં 'રેરા' એ એક સુઓમોટો એકશન હાથ પર લીધું છે. કોઈ પણ રહેણાંક અથવા કોમર્શિયલ મિલ્કતનું 'રેરા' માં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ, ઘણાં બધાં બિલ્ડર્સ અને ડેવલપર આવી મિલ્કતો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ નામના લેટરના આધારે સેલ કરી નાંખતા હોય છે. હવે, આ પ્રવૃતિઓ પર બ્રેક આવશે. RERA ઓથોરિટીએ આ મામલાઓમાં પોતાની જાતે જ કાર્યવાહીઓ શરૂ કરી છે. જેથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં દોડધામ શરૂ થઈ છે.


બિલ્ડર્સની ગોલમાલ હવે નહીં ચાલેઃ
એક રિઅલ એસ્ટેટ વકીલના જણાવ્યા અનુસાર, ઘણાં બધાં બિલ્ડર્સ અને ડેવલપર મોટી જમીનો હપ્તે ખરીદી લેતાં હોય છે અને પછી જમીન માલિકોને નાણાં ચૂકવવા, પોતાના 'રેરા' પ્રોજેક્ટનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ, દલાલોને ઘણી મિલ્કતો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ લેટરના આધારે વેચી નાણાં મેળવી લેતાં હોય છે. આ પ્રકારની પ્રવૃતિઓ પર 'રેરા' બ્રેક લગાવી રહ્યું છે. હવે આવી મિલ્કતોનું પહેલાં ફરજિયાત રજિસ્ટ્રેશન થાય આ માટે સુઓમોટો કાર્યવાહીઓ શરૂ કરી દેવાઈ છે.


માલ વેચવા બિલ્ડર્સ આપે છે આવી ઓફરઃ
આ પ્રકારની પ્રવૃતિઓ ચાલવા પાછળ એક મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે, કોઈ પણ પ્રોજેકટની રેરા નોંધણી પહેલાં આવી મિલ્કતોની ખરીદીમાં રોકાણ કરનારાઓને ભાવમાં મોટું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. જેમાં ઘણી વખત એવું પણ બને કે, બિલ્ડર્સ અથવા ડેવલપર જો વધુ સારી પ્રતિષ્ઠા ધરાવતાં ન હોય તો, તેવા કેસમાં વધુ ડિસ્કાઉન્ટની લાલચે ફસાતાં રોકાણકારને રોવાનો પણ વારો આવતો હોય છે. 


સામે આવ્યું બિલ્ડર લોબીનું મસમોટું કૌભાંડઃ
બિલ્ડર્સ પહેલાં કાગળિયા પાકા કર્યા વિના બારોબાર વેચી દેતા હતાં પ્રોપર્ટી. સામે આવી ચુકી છે અનેકવાર આ પ્રકારની ગેરરીતિઓ. બિલ્ડર્સ દ્વારા ખોટી લાલચ આપીને ખરીદારોને ઉલ્લુ બનાવવામાં આવે છે. આવા ખરીદદારોના હિતોની રક્ષા માટે ઓથોરિટીએ આ મૂવ ચાલુ કર્યુ છે જેને કારણે ઘણાં બિલ્ડર્સ અને ડેવલપર ભારે નાણાંભીડ અનુભવી રહ્યા છે. ઘણાં કેસમાં તો બિલ્ડર્સ અને ડેવલપર આવી 70 ટકા મિલ્કત આ રીતે વેચી નાંખતા હોય છે. પછી મોટાં પ્રશ્ન ઉભાં થતાં હોય છે.


RERA તો શું AUDA, AMC કોઈને નથી ગણતા બિલ્ડરો...!
ઘણાં કિસ્સાઓ તો એવા પણ હોય છે કે, પ્રોજેક્ટસમાંથી નાણાં ઝડપથી રિકવર કરવા બિલ્ડર્સ અને ડેવલપર રેરા તો ઠીક, સ્થાનિક વિસ્તાર વિકાસ સત્તામંડળ અથવા મહાનગરપાલિકાની મંજૂરીઓ મેળવતાં અગાઉ મિલ્કતો વેચી નાંખતા હોય છે. આ પ્રકારના વેચાણ કાયદાની ભાષામાં લીગલ ન લેખાય. પણ તો પણ આમ થતું રહે છે.


જાણો રેરાનો શું છે નિયમઃ
રેરા તો ત્યાં સુધી કહે છે, જે પ્રોજેક્ટને રેરા પરમિશન ન મળી હોય તે પ્રોજેક્ટસની જાહેરાત કે માર્કેટિંગ પણ ન કરી શકાય. આ પ્રકારના મામલામાં પણ રેરા કાર્યવાહીઓ કરી રહ્યું છે. આ આખી રમત ભરોસાની છે. જો બિલ્ડર્સ અને ડેવલપર અથવા દલાલો ભરોસાપાત્ર ન હોય તો, રોકાણકાર આવા રોકાણ સંબંધે કેટલાંક પ્રકારના અવરોધો સહન કરવા મજબૂર બની શકે છે. ઘણી વખત તેને પોતાનું રોકાણ નફા સાથે પરત મેળવવામાં તકલીફ પણ પડી શકે છે. આ આખો વિષય હાલ રાજ્યમાં ચર્ચાઓમાં છે.