યોગીન દરજી/ખેડા : એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યું છે કાર ચોરીનું આંતરરાજય કૌભાંડ. માતર તાલુકાના ગરમાળા અને અમદાવાદમા કારના ભંગારનો વ્યસાય કરતા બે ઈસમો ચોરીની કાર પર ભંગાર કારનો એન્જિન ચેસીસ નંબર ચઢાવી ચોરીની કારને બજારમા વેંચતા હત. આખરે કેવી રીતે ચાલતું હતું. ખેડા એલસીબી પોલીસની ઝપેટમાં આવેલ ઇસમનું નામ છે ઈમરાન ખાન અહેમદ ખાન પઠાણ. ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામે રહેતો ઇસમ અમદાવાદના વસીમ ઉર્ફે ભૂરો અકબર અલી સાથે એક વર્ષ પહેલા સંપર્કમાં આવ્યો હતો. આ બંને જણાએ ભેગા થઈ ચોરીની કાર સફળતાપૂર્વક બજારમાં વેચવાનો કીમિયો ઉપજાવી કાઢેલ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 698 કોરોના દર્દી, 898 સાજા થયા, 03 દર્દીઓનાં મોત


વસીમ ઉર્ફે ભુરાને અમદાવાદમાં ભંગાર ગાડીઓનો વ્યવસાય હોઈ વસીમ અને ઇમરાન બંને જણાં બહારથી ગાડીઓની ચોરી કરાવતા હતા. વસીમના ભંગારના વાડામાં કોઈપણ લક્ઝરિયસ કાર ભંગારમાં આવે એટલે તે ભંગારમાં આવેલી કારનો ચેસીસ નંબર કાઢી લેતો હતો તેની આરસીબુક પોતાની પાસે રાખ્યો હતો. પછી પોતાના માણસો પાસે તે જ પ્રકારની કારની ચોરી કરાવતો હતો. ચોરી થયેલી કારનો ચેસીસ નંબર બદલી તેને જૂની આરસીબુકના આધારે બજારમાં વેચી દેવાઈ હતી. સમગ્ર કૌભાંડ અંગે ખેડા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, માતર તાલુકાના ગરમાળા ગામના સરપંચનો ભાઈ ઇમરાન ખાન એક જ નંબર વાળી 2 કાર રાખતો હોય બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અને તેની પૂછપરછમાં પોલીસે દોઢ કરોડ રૂપિયાની કિંમતની ૧૩ જેટલી મોંઘીદાટ ગાડીઓ કબજે કરી છે.


જો તમારા બાળકને રમવા માટે ચાઇનીઝ રમકડા આપતા હો તો સાવધાન! આ પ્રકારે જઇ શકે છે જીવ


પોલીસને બાતમી મળી હતી કે, ઘર મારા ગામનો ઇમરાન ખાન એક જ નંબર વાળી 2 ગાડીઓ રાખે છે. જે બાતમીના આધારે પોલીસે અલીન્દ્રા પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે કાર કબજે લેવાઈ હતી. તેની પૂછપરછમા તેણે અમદાવાદના વસીમ ઉર્ફે ભૂરો કે જે ભંગાર ગાડીઓનો વ્યવસાય કરે છે તેની પાસેથી આ ચોરીની ગાડી લીધી હોવાની કબૂલાત કરી હતી. વસીમ અને ઇમરાન બન્નેએ સાથે મળી ભંગારમાં જે લક્ઝરિયસ ગાડી આવે તે જ પ્રકારની ગાડીની ચોરી કરાવતા હતા. ચોરી થઇને આવેલ ગાડી પર ભંગાર ગાડીનો ચેસીસ નંબર ચડાવી જૂની આરસીબુકના આધારે તેનું વેચાણ કરતા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં ચોરીની કારમાં દિલ્હી અને રાજસ્થાનમાંથી ચોરાયેલી કાર પણ મળી આવી છે. જેના આધારે પોલીસે દિલ્હી અને અન્ય રાજ્યોમાં ચોરાયેલી કારોની રિપોર્ટ મંગાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદનો વસીમ ઉર્ફે ભૂરો હાલ ફરાર છે જે ઝડપાયા બાદ હજુ વધુ ચોરીની કારોનું મસમોટું કૌભાંડ બહાર આવે  તેમ લાગી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube