જો તમારા બાળકને રમવા માટે ચાઇનીઝ રમકડા આપતા હો તો સાવધાન! આ પ્રકારે જઇ શકે છે જીવ
Trending Photos
સુરત : શહેરના સચિન વિસ્તારમાં રહેતા એક પરિવાર માથે ત્યારે આભ તુટી પડ્યું જ્યારે તેમના બાળકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. બાળકને કોઇ પણ દેખીતા કારણ વગર જ અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. બાળકને ગળામાં તકલીફ થતા તે સતત રડતું રહેતું હતું. જેના કારણે પારિવારિક ડોક્ટરને દેખાડતા ડોક્ટરે તેમને સિવિલ હોસ્પિટલ જવા માટે કહ્યું હતું. સિવિલ ખાતે ડોક્ટર્સ દ્વારા બાળકનો એક્સરે કરવામાં આવતા અંદર સેલ હોવાનું સામે આવ્યું હતું.
સેલ અંગે ખબર પડતા ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા હતા. બાળક રમત રમતમાં કોઇ રમકડાનો નાનકડો બટન સેલ ગળી ગયો હતો. ડોક્ટર્સ દ્વારા તત્કાલ તેની એક નાનકડી સામાન્ય સર્જરી કરીને સેલ બહાર કાઢવામાં આવ્યો હતો. બાળક સેલ ગળી ગયું હોવાની ખબર પડતા માતા પિતા પણ ચિંતામા મુકાયા હતા. અઝમદ કુરેશી પરિવાર સાથે રહે છે. હાલ તેમને એક વર્ષનું બાળક છે. જો કે ગત્ત સાંજે તે રમતા રમતા રમકડામાં રહેલો સેલ ગળી ગયો હતો. ત્યાર બાદ રડવા લાગ્યો હતો.
(સેલ જોઇ શકાય છે)
ડોક્ટર દ્વારા પ્રાથમિક તબક્કે સામાન્ય વસ્તુ ગળામાં ફસાઇ હોવાનું જણાવી તેમને સિવિલ લઇ જવા માટે જણાવ્યું હતું. જેથી 108ની મદદથી બાળકને ત્યાં ખસેડાયું હતું. સિવિલમાં કાન, નાક ગળાના ડોક્ટર્સ દ્વારા તપાસ કરાતા સેલ હોવાનું બહાર આવ્યું હતું. સેલ અન્ન નળીના શરૂઆતી હિસ્સામાં જ ફસાયો હતો. આ અંગે તબીબો દ્વારા નાનકડા દુરબીનની મદદથી તત્કાલ સેલ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જેના પગલે માતા પિતાને પણ હાશકારો થયો હતો. બાળકનો પણ બચાવ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે