લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી પ્રચારના ખર્ચમાં અમિત શાહ કરતા સી.જે.ચાવડા આગળ
ગાંધીનગર લોકસભા હાઈ-પ્રોફાઈલ બેઠક રહી છે. આ બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગર લોકસભાના મતદારોએ બંને ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરી દીધું છે.
હિતલ પારેખ, ગાંધીનગર: ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચારનો જંગ વધુ ખર્ચ કરીને સી.જે.ચાવડા જીત્યા છે. આપને આશ્ચર્ય થશે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતા ચૂંટણીપ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાએ ડબલ ખર્ચ કર્યો છે.
વધુમાં વાંચો: RTE હેઠળ ઓનલાઈન પ્રવેશના 40 હજાર ફોર્મ ભરાયા, 6 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ
ગાંધીનગર લોકસભા હાઈ-પ્રોફાઈલ બેઠક રહી છે. આ બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગર લોકસભાના મતદારોએ બંને ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરી દીધું છે. હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. ત્યારે બંને ઉમેદવારોની હાર-જીતનો ફેંસલો થશે. પણ ચૂંટણીપ્રચારના તબક્કામાં કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતાં આગળ રહ્યા છે.
વધુમાં વાંચો: તુવેર કૌભાંડ આચરનાર એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં: જયેશ રાદડિયા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચારમાં ૧૪ લાખ અને ૨૬ હજાર કરતાં વધુ ખર્ચ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાએ અમિત શાહ કરતાં ડબલ ખર્ચ કરીને એવો પ્રચાર જંગ જીત્યા છે. જોકે આ ખર્ચો હજુ ફાઈનલ નથી. મતદાન અને મતગણતરીના દિવસોનો ખર્ચો હજુ બાકી છે.