શાહપુરમાં CAAના નામે તોફાનોની આશંકાને પગલે RAF અને પોલીસનું પેટ્રોલિંગ
CAA નાં વિરોધનાં નામે હાલ દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી ભડકે બળી રહ્યું છે, શાંત દેખાવોનાં નામે ટોળા એકત્ર કરવામાં આવે છે અને ત્યાર બાદ તોફાનો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના ખંભાતમાં પણ શાંતિ ડહોળવામાં પ્રયાસ કરવામા આવી ચુક્યો છે. ત્યારે ગુજરાતનાં સૌથી સંવેદનશીલ શહેર અમદાવાદમાં શાહપુરમાં અસામાજિક તત્વો તોફાન કરાવે તેવી આશંકાને પગલે પોલીસે વધારે સતર્કતાથી પેટ્રોલિંગ ચાલુ કરી દીધું છે.
જાવેદ સૈયદ/ અમદાવાદ: CAA નાં વિરોધનાં નામે હાલ દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી ભડકે બળી રહ્યું છે, શાંત દેખાવોનાં નામે ટોળા એકત્ર કરવામાં આવે છે અને ત્યાર બાદ તોફાનો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના ખંભાતમાં પણ શાંતિ ડહોળવામાં પ્રયાસ કરવામા આવી ચુક્યો છે. ત્યારે ગુજરાતનાં સૌથી સંવેદનશીલ શહેર અમદાવાદમાં શાહપુરમાં અસામાજિક તત્વો તોફાન કરાવે તેવી આશંકાને પગલે પોલીસે વધારે સતર્કતાથી પેટ્રોલિંગ ચાલુ કરી દીધું છે.
9 વર્ષની બાળકીને નાનીનાં ઘરે મુકી જવાનું કહી એક્ટિવા ચાલકે કર્યા અડપલા પણ...
શાહપુર પોલીસને કેટલાક અસામાજીક તત્વો સીએએનાં નામે લોકોને ભડકાવી રહ્યા હોવાની આશંકાને પગલે પેટ્રોલિંગ વધારી દીધું છે. શાહપુર અસામાજિક તત્વોનાં તોફાનની શંકાને લઇને પોલીસ સક્રિય થઇ છે. કોઇ પણ અસામાજિક તત્વોનાં તત્વોને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. શાહપુરનાં સંવેદનશીલ વિસ્તારોમાં RAFની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. Zone 2 - DCP, ACP સહિતનો પોલીસ સ્ટાફ પણ એક્શન મોડમાં આવી છે. આ ઉપરાંત વિસ્તારનાં લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસને રજુઆત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube