ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા બુધવારના બદલે રવિવારે તાત્કાલિક ધોરણે કેબિનેટની બેઠક બોલાવાતા ગુજરાતની રાજનીતિમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે છે. ત્યારે ઓચિંતાની કેબિનેટ બેઠક રવિવારે સાંજે બોલાવાતા રાજકીય વિશ્લેષકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં તો મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પરંતુ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની આ વાતો માત્ર અફવાઓ છે અને તદ્દન પાયાવિહોણી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાની અંબાલાલની આગાહી; જાણો ક્યાં ક્યાંથી પસાર થશે!


રવિવારે કેબિનેટની બેઠક બોલાવાતા રાજકીય ગલિયારામાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. શું ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે! કેબિનેટની બેઠકમાં શું શું નિર્ણયો લેવાઈ શકે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. શું રવિવારે કોઇ મોટી જાહેરાત થશે તેને લઇને અનેક વાતો થઈ રહી છે. પરંતુ આ વાતો બધી પાયોવિહોણી છે. તમને જણાવી દઈએ કે રવિવારે બોલાવેલી કેબિનેટની બેઠક માટે સરકારે સચિવોને પણ હાલ કોઇ અજેન્ડા આપ્યો નથી. કેબિનેટ મંત્રીઓને પણ માત્ર રવિવારે હાજર રહેવા સુચના અપાઇ છે.


નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા 


મહત્વનું છે કે, બુધવારના બદલે રવિવારે બોલાવેલી કેબિનેટ બેઠકનો ઉદ્દેશ્ય આગામી અઠવાડિયે પીએમ મોદીના શાસનના 22 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારી ઉજવણી અને તેની તૈયારી માટે છે. પરંતુ હાલ ગુજરાતની રાજનીતિમાં જે ઉભરો આવ્યો છે, તે સાવ અફવાઓ છે. મંત્રીમંડળના વિસ્તરણની આશંકા તદ્દન પાયાવિહોણી છે. 


વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી


ઉલ્લેખનીય છે કે, રાજકીય ગલિયારામાં ચર્ચા ચાલી રહી છે કે જે મંત્રીઓ કામગીરીમાં નબળા છે તેમની છુટ્ટી કરી દેવાશે, અઢી વર્ષથી વધુનો સમયગાળો થયો હોય તો નવા મંત્રીઓનો ઉમેરો થશે, એટલે કે વિસ્તરણ થશે. ઇકો સેન્સેટીવ ઝોનને લઇને ચર્ચા, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ગાયને પ્રદેશની માતા તરીકે જાહેર કરવા આ સિવાય કોમન સિવિલ કોડને લઇને કોઇ નિર્ણય, વક્ફ બોર્ડને લઇને પણ ચર્ચા, સરકારી જમીનો ઉપર જુના માળખાના ડીમોલિશનને લઇને પણ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ બધી વાતો માત્ર અફવાઓ અને તદ્દન પાયાવિહોણી છે.