ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ, કોરોના વાયરસ, લૉકડાઉન અને ઉદ્યોગો શરૂ કરવા સહિત અનેક બાબતે ચર્ચા થી હતી. તો બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજને લઈને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પેકેજની નાણા મંત્રી દ્વારા વિસ્તૃત જાહેરાત બાદ ગુજરાતમાં આ પેકેજનો લાભ વેપાર-ઊદ્યોગ રોજગાર સહિત નાના-મધ્યમ ઊદ્યોગો, છેવાડાના માનવીઓ અને જરૂરતમંદ વ્યકિતઓ સુધી ઝડપભેર પહોંચે તે અંગે પણ કેબિનેટ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. આ પેકેજના રાજ્યમાં અમલીકરણ માટેની રણનીતિ નક્કી કરવાની દિશામાં પણ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી. 
    
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રીપ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તથા મંત્રીમંડળના અન્ય મંત્રીઓ જિલ્લા મથકોએથી આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં સહભાગી થયા હતા. 

રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારોમાં ડ્રોનના ઉપયોગ સાથે હાઈડ્રોજન ગેસના બલૂનનો ઉપયોગ કરાશેઃ શિવાનંદ ઝા    

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના વાયરસ સંક્મણ અને તેની સામેના આરોગ્યલક્ષી પગલાંઓ, લોકડાઉનની અમલીકરણ સ્થિતી તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થાની જિલ્લાવાર સમીક્ષા કરી હતી. 
    
તેમણે જિલ્લા કલેકટરોને જણાવ્યું કે પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાંથી જે અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો એકવાર પોતાના વતન રાજ્ય જવા ઇચ્છે છે તેમના માટે હાલ મોટા પાયે ટ્રેન ચલાવીને વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. 
    
મુખ્યમંત્રીએ એવી પણ તાકીદ કલેકટરોને કરી કે, આવી ટ્રેનનું હજુ પણ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા નગરોમાંથી વધુ સઘન રીતે આયોજન કરવા અને યુ.પી., બિહાર, ઓડિશા, ઝારખંડ જેવા રાજ્યોના શ્રમિકોને વતન રાજ્ય જવા ચોક્કસ ટાઇમ બાઉન્ડ પ્રોગ્રામ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવે. 
    
મુખ્ય સચિવ અનિલ મૂકિમ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જ્હા અને અન્ય વરિષ્ઠ સચિવો સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલના તાપી સમિતી ખંડથી આ વિડીયો કોન્ફરન્સીંગ બેઠકમાં જોડાયા હતા.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર