Rajiv Modi Sexual Harassments Case : કેડિલાના સીએમજી રાજીવ મોદીના સામે દુષ્કર્મના આક્ષેપોનો મામલો સતત વણસી રહ્યો છે. તાજેતરમાં જ પોલીસે રાજીવ મોદીને આ મામલે ક્લીનચીટ આપી હતી. પરંતું બલ્ગેરિયન યુવતીએ સામે આવીને કહ્યું કે, કેસ હજી પૂરો થયો નથી. ત્યારે ગત રોજ બલ્ગેરિયન યુવતીએ CP ઓફિસ ખાતે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. યુવતીએ CP ઓફિસ ખાતે 8 કલાક રોકાઈ અને 6 પેજનું નિવેદન આપ્યું છે. સાથે જ પોલીસે બલ્ગેરિયન યુવતીને 12 જેટલા સવાલો પણ પૂછ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસમાં મહિલા પોલીસ સ્ટેશનના ACP સામે થયેલા આક્ષેપોને લઈને સિનિયર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. બલ્ગેરિયન યુવતીના નિવેદન સમયે સેક્ટર 1 JCP, સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ, ટ્રાન્સલેટર અને મહિલા કોન્સટેબલ હાજર હતા. આ કેસમાં ACP હિમાલા જોશી પર યુવતીને સમજાવી પરત મોકલાવી અને તેની ફરિયાદ ન નોંધવાનો આક્ષેપ હતો. યુવતી જે સમયે મહિલા પોલીસ મથકે પહોંચી હતી, ત્યારના CCTV ફૂટેજ પણ નથી મળ્યા. યુવતી જ્યારે મહિલા પોલીસ મથક પહોચી હતી ત્યારે તેના મોબાઇલ ફોનનો ઓડિયો રેકોર્ડ ચાલુ હતો. યુવતીએ સેક્ટર 1 JCP ને સમગ્ર વાતચીતનો ઓડિયો રેકોર્ડગ પણ આપ્યો હતો. 


ગુજરાત સરકારે માર્કેટમાંથી લીધેલી કરોડોની લોન હજી ચૂકવી નથી, દેવું 4.12 લાખ કરોડ થયુ


પોલીસ દ્વારા ઓડિયો રેકોર્ડ કરેલી ક્લીપને FSL માં મોકલવામાં આવશે. હાલમાં ACP હેમાલા જોશી રજા ઉપર હોવાથી તેમનો જવાબ લખવાનો બાકી રહ્યો છે. રજા ઉપરથી આવ્યા બાદ આ આક્ષેપો અંગે તેમનો પણ જવાબ લેવામાં આવશે. આગામી સમયમાં આ યુવતી પોલીસે ભરેલી A સમરી અંગે હાઇકોર્ટમાં રજુવાત કરવામાં આવશે. 


કેડીલાના સીએમડી રાજીવ મોદી પર દુષ્કર્મના કેસ મુદ્દે હવે પીડિતાએ પોતાના વકીલ સાથે સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીડીતાએ પોલીસ તપાસ પર આક્ષેપ લગાવ્યા છે. તેણે જણાવ્યું કે, ઘટનાના ઘણા સમય વીત્યા બાદ મારા મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે શરૂઆતથી તપાસમાં ઢીલાશ મૂકી છે. ગુજરાત પોલીસે તપાસ યોગ્ય નહિ કરતા સમરી રિપોર્ટ ભર્યો છે. અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા પરંતુ ત્યાં પણ અમારે અરજી પરત લેવી પડી. સમરી રિપોર્ટના લીધે અમે અરજી પરત ખેંચી છે. 


ગુજરાતમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે : આ જિલ્લાઓ છે વરસાદની આગાહી


હું કાયદાકીય લડત આપીશ અને ભારતમાં જ છું - પીડિતા 
તો બીજી તરફ, આ કેસની તપાસ અન્ય એન્જસીને સોંપવા પીડીતાની કોર્ટમાં માંગ કરી છે. તેણે કહ્યું કે, પોલીસ અધિકારીઓ યોગ્ય જવાબ પણ આપ્યો નથી. અગાઉ પણ કેસને સમાધાન કરી બંધ કરવાની પોલીસે વાત કરી હતી. મારી સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કેસની તપાસમાં જુના સાક્ષીઓની પૂછપરછ પોલીસે કરી જ નથી. નવા સ્ટફાની પૂછપરછ કરીને પોલીસે કેસનો સમરી રિપોર્ટ ભર્યો છે. આવી અનેક યુવતીઓ ભોગ બની છે તે પીડિતાઓની પૂછપરછ પણ કરાઈ નથી. હું કાયદાકીય લડત આપીશ અને ભારતમાં જ છું. 


આ કેસ હજી પૂરો થયો નથી
પીડિતાના વકીલ રાજેશ મિશ્રાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અરજી અમે કરવા ગયા ત્યારે પોલીસે એ-સમરી રિપોર્ટ રજૂ કરી દીધો હતો. જેથી સુપ્રીમ કોર્ટમાં અરજી પરત લેવી પડી. એક વર્ષ બાદ કેસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ, નવા સ્ટાફની પૂછપરછનો કોઈ મતલબ નથી. તે સમયે અઘોરા મોલ વખતે પીડિતા પર હુમલો થયો હતો. જેની તપાસ પોલીસે કરી જ નથી. પોલીસે તપાસમાં ઢીલાશ મુકતા અમે પોલીસે ભરેલા એ-સમરી રિપોર્ટનો જવાબ આપીશું. 164 નું નિવેદન મુજબ તપાસ કરાઈ નથી. આ કેસ હજી પૂરો થયો નથી. A સમરી રિપોર્ટ નો 2 જી માર્ચે જવાબ રજુ કરીશું. 


અનંત અંબાણીના આ શબ્દો દિલ જીતી લેશે, પ્રી-વેડિંગ પહેલા રાધિકા માટે કહી દિલની વાત