ગુજરાત સરકારે માર્કેટમાંથી લીધેલી કરોડોની લોન હજી ચૂકવી જ નથી, દેવું 4.12 લાખ કરોડ પહોંચી ગયું

Gujarat Government Debt : ગુજરાત સરકારનું દેવું જાણી આંખો ચાર થઈ જશે : 5 વર્ષમાં ગુજરાતના દેવામાં અધધધ વધારો.. સરકારે લોન તો લીધી પણ ભરી નથી

ગુજરાત સરકારે માર્કેટમાંથી લીધેલી કરોડોની લોન હજી ચૂકવી જ નથી, દેવું 4.12 લાખ કરોડ પહોંચી ગયું

Gujarat Government Debt : દેવું કરવું તો ઓછું કેમ કરવું. ગુજરાતની વિકાસશીલ સરકાર દેવું કરીને ઘી પી રહી છે. પહેલાંની સરકારે ઓછું દેવું કર્યું નથી તો આ સરકાર કેમ પાછળ રહે એમ સતત વિકાસના નામે દેવું વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં દેવામાં કરોડોનો વધારો થયો છે. કેગના નાંણાકીય હિસાબોના ઓડિટમાં રિપોર્ટમા સામે આવ્યું કે, ગુજરાત સરકારના સરાકરી દેવા અને અન્ય જવાબદારીઓનો આંકડો વધીને 4.12 લાખ કરોડ પર પહોંચી ગયો છે. જે પૈકી સરકારી દેવાની રકમ 325273 કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગીનો આંકડો 35458 કરોડ થવા જાય છે. જ્યારે કે અન્ય જવાબદારીઓની રકમ 51674 કરોડ થઈ જાય છે. 

ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા વિધાનસભાના છેલ્લા દિવસે ગુજરાત સરકારના નાણાંકીય હિસાબોનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સરાકરી દેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

આ રિપોર્ટ અનુાર, સરકારે 43000 કરોડની બજાર લોન લીધી છે. પરંતું તેની સામે 14700 કરોડ રૂપિયાની લોન ભરી છે. 2023 ના અંત સુધી આ લોનની રકમ 283057 પર પહોંચી ગયો છે. 

છેલ્લા બે વર્ષના હિસાબ માંડીએ તો, 2021-22 માં સરકારના બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો 380797.53 કરોડ હતો, જેમાં 2022-23 ના વર્ષમાં 31580 કરોડનો વધારો થયો છે. 

તો સરકારને જાહેર દેવુ, નાની બચત અને ભવિષ્ય નિધિ વગેરેમાં 24224.85 કરોડ તેમજ અન્ય જવાબદારીઓમાં 1128.83 મળને કુલ 25353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે. 

દેવુ ચૂકવવા સરકાર પાસે કોઈ યોજના નથી
દેવુ ચૂકવવા માટે રકમ કેવી રીતે એકઠી કરવી તેની સરકાર પાસે કોઇ ચોક્કસ યોજના નહીં હોય તો દેવુ કરીને ઘી પીવા જેવી સ્થિતિ પેદા થશે. કારણ કે દેવું કેવી રીતે ચૂકવવું એ આયોજન પણ જરૂરી છે. હાલમાં બજેટમાં જે જોગવાઈઓ થાય છે એમાં મોટાભાગનો હિસ્સો ગુજરાત સરકારે લીધેલી લોનના વ્યાજ ભરપાઈમાં અલગથી ફાળવાઈ જાય છે. આમ જે પૈસા વિકાસ માટે ફાળવવવા જોઈએ એ રૂપિયા વ્યાજ ચૂકવવામાં જઈ રહ્યાં છે. સરકાર માટે આ વ્યાજ માથાનો દુખાવો બની રહ્યું છે. ગુજરાતમાં સરકારે ફૂલ ગુલાબી અને આત્મનિર્ભર બજેટ રજૂ કર્યાના દાવાઓ કર્યા પણ એ ના ભૂલવું જોઈએ કે ગુજરાતનું જાહેર દેવું 5 લાખ કરોડ નજીક પહોંચશે.  

સારી બાબત એ છે કે સતત ગુજરાતનો ગ્રોથ વધી રહ્યો છે. વિકાસ માટે દેવું જરૂરી છે પણ એટલું પણ ન હોવું જોઈએ કે રાજ્યની આર્થિક સ્થિતિ બેલેન્સ ના રહી શકે. હાલમાં સરકાર આ મામલે પોતાનો બચાવ કરી રહી છે. પણ આગામી દિવસો જ બતાવશે કે સરકારના નિર્ણયો સાચા હતા કે ખોટા....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news