હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત બ્રેકીંગ ગાંધીનગર કેડીલા કંપનીમાં કર્મચારીઓ કોરોનાના પોઝીટીવ આવતા ગાંધીનગરમાં પણ ચાલુ થયેલી ફેકટરીઓ કે કંપનીઓમાં ચેકીંગ કરવાનો ગાંધીનગર વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે. લોકડાઉન દરમિયાન વહીવટી તંત્રની મંજૂરીના પગલે ગાંધીનગરમાં પણ અનેક કંપનીઓ તેની કામગીરી શરૂ કરી છે. તેમાં હવે કર્મચારીઓનું તાત્કાલિક ચેકીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં શરૂ થયેલી કંપનીઓનુ ચેકીંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેતપુરના સાડી કારખાનામાં CIDએ પાડી રેડ, 35 જેટલા બાળ મજૂરોને છોડાવ્યા


અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાઈ છે.તેના ભાગરૂપે આજે અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ખાતે સેનીટાઈઝેશન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ માંથી આજે કેટલાક લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. તેના પગલે તાત્કાલિક ધોરણે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.


અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના  ધોળકા અર્બન વિસ્તાર ખાતે સંપૂર્ણપણે સેનીટીઇંઝેશનની કામગીરી કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુની સૂચનાને આધારે આજે  સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ સ્થળોએ  કામગીરી પૂર્ણ કરાઇ હતી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube