ચૂપચાપ કોઈને જાણ કર્યા વગર વડોદરાથી અમવાદ જનાર કેડિલાના કર્મચારીને કોરોના નીકળ્યો
વડોદરામાં કેડિલા ફાર્મા કંપનીના કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કર્મચારી કોઈને જાણ કર્યા વગર અમદાવાદથી ચૂપચાપ વડોદરા આવતા ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. અમદાવાદના ધોળકા ખાતેની કેડીલા ફાર્મા કંપનીમાં યુવક કામ કરે છે. વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલા કર્મી મિતુલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મિતુલ પટેલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ સયાજી હોસ્પિટલમાં હાલ તેને દાખલ કરવામાં આવ્યો છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કેડિલા ફાર્મા કંપનીના કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કર્મચારી કોઈને જાણ કર્યા વગર અમદાવાદથી ચૂપચાપ વડોદરા આવતા ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. અમદાવાદના ધોળકા ખાતેની કેડીલા ફાર્મા કંપનીમાં યુવક કામ કરે છે. વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલા કર્મી મિતુલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મિતુલ પટેલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ સયાજી હોસ્પિટલમાં હાલ તેને દાખલ કરવામાં આવ્યો છે.
હાશ... લોકડાઉન બાદ આજે પહેલીવાર પેસેન્જર ટ્રેનો દોડશે, અમદાવાદથી દિલ્હીની ટ્રેન નીકળશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સૌથી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો અમદાવાદમાં નોંધાયા છે ત્યારે ધોળકાના ત્રાસદ ગામે આવેલ કેડીલા કંપનીના છેલ્લા એક અઠવાડીયામાં ધોળકાના ત્રાસદ ગામે આવેલ ખાનગી કેડીલા કંપનીના કર્મચારીઓ સૌથી વધુ કોરોના વાયરસનો ભોગ બની રહ્યા છે. ત્યારે છેલ્લા પાંચ-છ દિવસમાં કંપનીના અંદાજે ૫૩ જેટલા કર્મચારીઓને કોરોના વાયરસ પોઝીટીવ આવતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને તમામ દર્દીઓને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સતત વધુ બે કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આમ ધોળકા તાલુકાની કેડીલા કંપનીના કર્મચારીઓને બેદરકારીના કારણે કોરોના પોઝીટીવ આવ્યો હતો અને લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
વડોદરા કરજણ તાલુકામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતુ થયું છે. આવતી કાલથી કરજણમાં લોકડાઉન જાહેર કરાયું છે. કરજમમાં દૂધ અને દવા સિવાયની દુકાનો સંપૂર્ણ બંધ રહેશે તેવો કરજણ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર