કેડિલાના ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી, ચાલુ કાર્યક્રમમાં લથડીને પડી ગયા
Cadila CMD Rajiv Modi : કેડીલા ફાર્માના રાજીવ મોદીની લથડી તબિયત... મહેસાણાની ઈન્દ્રશીલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહના ચાલુ કાર્યક્રમમાં લથડી પડતાં તાત્કાલિક સારવારમાં ખસેડાયા...
Rajiv Modi Sexual Harassments Case : બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મ કેસમાં કેડિલાના સીએમડી રાજીવ મોદીને પોલીસે એ સમરી રિપોર્ટ ભરીને ક્લિન ચીટ આપી છે. ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ મોદીની અચાનક તબિયત લથડી હતી. તેઓ ચાલુ કાર્યક્રમમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
મહેસાણા કેડિલા ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી હતી. રાજીવ મોદી કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશિલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડી હતી. ચાલુ સમારોહમાં તબિયત લથડતા ઉંચકીને સારવાર માટે લઇ જવાયા હતા. રાજીવ મોદીને કારમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના આ વિસ્તારોનું પાણી પીવા જેવું નથી રહ્યું, રિપોર્ટ થયો ખુલાસો
ત્રણ દિવસથી નાદુરસ્ત તબિયત હોવા છતાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાજીવ મોદી ઘણા સમયથી બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મના કેસમાં ચર્ચામાં છે. ઈન્દ્રશિલ યુનિવર્સિટીમાં આજે 278 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ રાજીવ મોદી દ્વારા સમારોહને ખુલ્લો મુકાયો હતો. ત્યાર બાદ આ ઘટના બની હતી.
[[{"fid":"538069","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajiv_modi_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"rajiv_modi_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajiv_modi_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"rajiv_modi_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"rajiv_modi_zee.jpg","title":"rajiv_modi_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સત્તાના નશામાં નેતાજી ભૂલ્યા ભાન! ભાજપના નેતાએ મતદારને ભાંડી મણ મણની ગાળો
કેડીલા ફાર્મહાઉસમાં દુષ્કર્મ
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.
ઓર્ગેનિક ખેતીનું પરિણામ : ગુજરાતી ખેડૂતે દેશી વસ્તુઓ પાઈને બે રંગના તરબૂચ ઉગવ્યા