કેડીલા ફાર્માસ્યુટીકલના 30માંથી 21 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
દિવસે ને દિવસે કોરોના બેકાબૂ બનતો જાય છે. કોરોના હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ ફેલાતો જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં 30 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા
ગૌરવ પટેલ, અમદાવાદ: દિવસે ને દિવસે કોરોના બેકાબૂ બનતો જાય છે. કોરોના હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ ફેલાતો જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં 30 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
3 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા 30ના ટેસ્ટ કરાયા
બે દિવસ પહેલા કેડીલા કંપનીમાં ફરજ બજાવતાં 3 કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા 30 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 21 લોકો પોઝિટિવ આવ્યા છે. 21 પૈકી 9 ધોળકા, 8 અમદાવાદ, 1 ભાત, 1 પીસાવડા, 1 ત્રાસદ અને 1 મહુવાનો કર્મચારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે રાજ્યમાં નવા 380 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6625 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 119 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ પણ થયા છે.
અમદાવાદમાં 291 કેસ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરતમાં 31, ભાવનગરમાં 6, આણંદમાં 1, ગાંધીનગરમાં 2, બનાસકાંઠામાં 15, પંચમહાલમાં 2, બોટાદમાં 7, દાહોદમાં 2, ખેડા 1, જામનગર 1, સાબરકાંઠા 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 396 મૃત્યુ, 1500 ડિસ્ચાર્જ
છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 396 પર પહોંચી ગયો છે. તો આજે 119 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 1500 લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં જે મૃત્યુ થયા તેમાં 25 લોકોના મોત અમદાવાદમાં તો ગાંધીનગર, સાબરકાંઠા અને વડોદરામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube