Rajiv Modi Sexual Harassments Case : અમદાવાદની જાણીતી ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી સામે તેમની જ કંપનીમાં કામ કરતી બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના કથિત આરોપો કરવાના કેસમાં રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. આ કેસની ફરિયાદી બલ્ગેરિયન યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ છે. તેના વકીલે પોલીસને આ અંગે ઈ-મેઇલથી જાણ કરી છે. યુવતીના વકીલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે કે યુવતી તારીખ 24 જાન્યુઆરી બાદથી તેના સંપર્કમાં નથી અને તે છેલ્લે ચાંદખેડાના અગોરા મોલ પાસે જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીના ગુમ થવા અંગે વકીલે પોલીસને જાણ કરી 
બલ્ગેરીયન યુવતીના ગુમ થવા અંગે વકીલે જોઇન્ટ પોલીસ કમિશનરથી માંડીને ગ્રામ્ય એસપીને આ મામલે જાણ કરી છે. વકીલને ગત 24 જાન્યુઆરી બાદથી યુવતી સાથે સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઇમેઇલમાં એટેચ કરાયું છે. કેટલાક લોકો તેને મારવાની કોશિશ કરતા હોવાની દહેશત યુવતીએ વકીલ સમક્ષ વ્યક્ત કરી છે. મહત્ત્વની વાત એ છે કે એડવોકેટે દુષ્કર્મ કેસમાં જે સાક્ષીઓનાં નામ પોલીસને આપ્યાં હતાં તેમાંથી એક સાક્ષીનું તાજેતરમાં જ UKમાં શંકાસ્પદ મૃત્યુ થયું છે. હદને લઇને પ્રશ્ન સર્જાતા પોલીસ અધિકારીઓને ઇ-મેઇલથી જાણ કરાઇ છે. 


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર મોટી અસર : આવતીકાલથી આવતી આ આફત માટે તૈયાર રહેજો


રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ 
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


જયેશ રાદડિયાએ જાહેરમાં લેઉવા પટેલોને આપ્યો ઠપકો : સમાજના નામે રાજકારણ રહેવા દેજો
 
તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.  


youtubeથી કમાણી! 20 કરોડની લક્ઝરી કારો અને દુબઈમાં 60 કરોડનો બંગલો, નસીબ બદલાઈ ગયું